- પાટણમાં વધુ એક સેવાકાર્ય શરૂ કરાયું
- જરૂરીયાતવાળા દર્દીઓને ઘેર બેઠા જ ઓક્સિજનની સેવા મળી રહેશે
- 100 રૂપિયાના ટોકન દરે દર્દીઓને મળશે ઓક્સિજન
- સંસ્થાએ ત્રણ ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન વસાવ્યા
પાટણઃ શહેરમાં ઘર બેઠા ઓક્સિજનની સેવા મળી રહે તે માટે શ્રીદેવી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ત્રણ ઓક્સિજન કોસ્ટ્રેટર મશીન કાર્યરત કર્યા છે. હાલની કોરોના મહામારી અને શ્વાસ તથા ફેફસાની બિમારીગ્રસ્ત દર્દીઓને વારંવાર ઓક્સિજનની જરૂર પડે છે. ત્યારે આવા દર્દીઓને ઘરે બેઠાં જ ઓક્સિજન મળી રહે તે માટે શ્રીદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે.
સંસ્થા દ્વારા ડિપોઝીટ પણ પરત કરવામાં આવશે
શહેરના કોઈપણ વ્યક્તિ તેનો લાભ લઇ શકે છે. આ માટે દર્દીએ 5000 રૂપિયા ડીપોઝીટ અને રોજના સો રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. સંસ્થાનો ઓપરેટર ઘરે આવી ઓક્સિજનની સેવા પૂરી પાડશે અને મશીન પરત પણ લઈ જશે. ખાનગી કંપનીના ત્રણ મશીનો હાલપૂરતા લાવવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ મશીનો સંસ્થા દ્વારા શહેરીજનો માટે લાવવામાં આવશે. આ સેવા રાહતદરે શરૂ કરવામાં આવી છે. આ સેવાકાર્યમાં શહેરીજનોને દાન આપવા પણ અપીલ કરાઈ છે. તો ઓક્સિજન મશીન પરત કર્યાથી ડિપોઝીટ પણ સંસ્થા દ્વારા પરત આપવામાં આવશે.
જરૂરિયાતવાળા દર્દીઓને સંસ્થાનો સંપર્ક કરવા અપીલ
જરૂરિયાતવાળા દર્દીઓ માટે સંસ્થાના યતીન ભાઈ ગાંધી, દર્શક ભાઈ ત્રિવેદી અને ભરતભાઈ પટેલમાંથી કોઈપણનો સંપર્ક કરવા સંસ્થાના આગેવાનોએ જણાવ્યું છે.