પાટણઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કોરોના મહામારીનીને કારણે તમામ શૈક્ષણિક સંકુલો અને શાળા-કોલેજોમાં ઓનલાઈન શૈક્ષણિક કાર્ય અને એડમિશનની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને પાટણ યુનિવર્સિટી સંલગ્ન પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને કોલેજમાં જમા કરાવવાનું રહેશે.
ચાલુ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 65 ટકાથી વધુ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપવામાં આવશે. જ્યારે ઓછી ટકાવાળી ધરાવતા વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. આર્ટસ કોલેજ ખાતે 10 જેટલા વિષયોમાં 11 ડિવિઝન વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં એક ડિવિઝનમાં 130 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે.
![પાટણની કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-commencementofonlineadmissionprocessincolleges-vb-vo-7204891_27062020131351_2706f_00887_507.jpg)
એડમિશન પ્રક્રિયા બાદ સરકાર અને યુનિવર્સિટીની ગાઈડલાઈન મુજબ 1લી જૂલાઈ પછી કોલેજ દ્વારા સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરાશે. જો કે, નેટ કનેક્ટિવિટીના પ્રોબ્લમને લઈને કોલેજ દ્વારા યૂટ્યુબ પર પણ વીડિયો મૂકવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ ગમે તે સમયે પોતાનો અભ્યાસ કરી શકે.
![પાટણની કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-commencementofonlineadmissionprocessincolleges-vb-vo-7204891_27062020131351_2706f_00887_33.jpg)