- પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ચેમ્પીયનશીપ કુસ્તી સ્પર્ધા
- વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓએ ભાગ લઈને પોતાના કૌશલ્ય બતાવ્યા
- યુનિવર્સિટી સંલગ્ન 22 કોલેજોના 128 વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો
પાટણઃ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી(Hemchandracharya North Gujarat University ) દ્વારા આયોજીત આંતર કોલેજ ચેમ્પીયનશીપ કુસ્તી સ્પર્ધા (College Wrestling Competition)પાટણ ટી.એસ.આર કોમર્સ કોલેજના (Patan TSR Commerce College)યજમાનપદે યોજવામાં આવી હતી.જેમાં યુનિવર્સિટીના સંલગ્ન 22 કોલેજોના 128 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લઈને પોતાના કૌશલ્ય બતાવ્યું હતું.
અલગ અલગ કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન
વૈશ્વિક કોરોના મહામારીના સમયગાળા (Global Corona Epidemic ) બાદ રાજ્યની અલગ અલગ કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને પાટણ યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ભાઈઓ - બહેનોની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે કુસ્તી સ્પર્ધા ટી.એસ.આર કોમર્સ કોલેજના યજમાન પદે મંગળવારે ટી.એસ.આર.કોમર્સ કોલેજ ખાતે યોજવામાં આવી હતી.આ સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની 22 કોલેજોના 78 વિધાર્થીઓ અને 50 વિદ્યાર્થીનીઓ મળી કુલ 128 ખેલાડીઓએ અલગ અલગ કેટેગરીના વજનની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ સાથે કુસ્તી રમી પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.
વિજેતા થનાર ખેલાડીઓ આંતર યુનિવર્સીટી સ્પર્ધામાં ભાગ લેશે
આ સ્પર્ધા અંગે ટી.એસ.આર કોમર્સ કોલેજના કોચ ગૌરવ રામીએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડી આગામી સમયમાં આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા જશે.આ સ્પર્ધામાં જે નિર્ણાયકો બોલાવવામાં આવ્યા છે.એન.આઈ.એસ.કોચીસ છે.
આ પણ વાંચોઃ Navsari Rape case: ખેરગામની 14 વર્ષીય તરૂણીને ધમકાવી વિધર્મી યુવાને આચર્યુ દુષ્કર્મ