પાટણ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાટણ સમાજના અગ્રણીઓ, સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓ, શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો સાથે સીધો સંવાદ સાધી ‘હું પણ કોરોના વોરિયર્સ’ અભિયાન અંગે માર્ગદર્શન પુરૂ પાડી કોરોના વાયરસ સામેની લડાઈમાં જોડાવા સૌને અપીલ કરી હતી.
મુખ્યપ્રધાને નાગરીકોને કોરોના વોરિયર્સ અભિયાનમાં જોડાઈ લોકડાઉનમાં મળેલ છુટછાટોમાં મુખ્યત્વે ત્રણ બાબતોનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. જેમાં બાળકો અને વડિલો ઘરમાં જ રહે તે સુનિશ્ચિત કરી તેમની વિશેષ કાળજી લેવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે માસ્ક અને દો ગજ કી દૂરી સહિતની પૂરતી તકેદારી સાથે કોરોના સામે લડવા જણાવ્યું હતું.
'હુ પણ કોરોના વોરિયર’ અભિયાન અંતર્ગત 22 મેના રોજ વડિલોનું સન્માન કરતા દાદા-દાદી સાથે સેલ્ફી લઈ 24 મેના રોજ સેલ્ફી વિથ માસ્ક પોસ્ટ કરવા તથા 26 મેના રોજ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના સ્ક્રિનશૉટ્સ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર મુકવા મુખ્યપ્રધાને અનુરોધ કર્યો હતો.