પાટણ: આજથી 900 વર્ષ પહેલા જનહિત માટે વિર મેઘમાયાનીએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. જેની સ્મૃતિમાં કુલ રૂ.11 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રિસર્ચ સેન્ટર અને કમ્યુનિટિ હૉલ સહિતના સ્મારક સંકુલના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 3 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
વિર મેઘમાયા મંદિર પ્રાંગણમાં સંગઠનના પ્રદેશ પ્રમુખ કે.સી.પટેલ, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા મેમોરિયલ ટ્રસ્ટના હોદ્દેદારોએ શિલાન્યાસવિધીમાં પૂજા-અર્ચના કરી હતી.આ પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું કે, પ્રજાને પાણી મળે તે માટે વિર મેઘમાયાએ સ્વેચ્છાએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.
- વીર મેઘમાયા સ્મારક સંકુલનું મુખ્યપ્રધાન રૂપાણીએ ઈ-ખાતમુહૂર્ત કર્યું
- 900 વર્ષ પહેલા જનહિત માટે વિર મેઘમાયાનીએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું
- સંકુલના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 3 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી
- પવિત્ર સ્થળના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ
પાટણ ખાતે તેમના ભવ્ય મંદિર અને સ્મારક સંકુલના નિર્માણ માટે વિર મેઘમાયા ટ્રસ્ટને રૂ૩ કરોડની ગ્રાન્ટ ફાળવી રાજ્ય સરકાર દ્વારા વિકાસ કરવામાં આવી રહ્યો છે. ૩ કરોડની આ રકમ માત્ર શરૂઆત છે. જરૂરીયાત ઉભી થતાં રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વધુ ગ્રાન્ટ પણ ફાળવી આપવામાં આવશે. આ પવિત્ર સ્થળના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
પાટણના સહસ્ત્રલિંગ સરોવર પાસે આવેલા વિર મેઘમાયા મંદિરના નવનિર્માણ અને સ્મારક સંકુલને કુલ રૂ૧૧ કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર છે. બીજા તબક્કાના આ ઈ-ખાતમૂર્હૂત બાદ રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આપવામાં આવેલા રૂપિયા 3 કરોડના અનુદાનમાંથી મંદિરનું નવિન બાંધકામ, સ્મૃતિ ભવન, રિસર્ચ સેન્ટર, લાઈબ્રેરી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે, સાથે જ સહસ્ત્રલિંગ તળાવની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવશે.