પાટણ : પાટણ શક્તિની ઉપાસના અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી હિન્દુ સંસ્કૃતિમાં વર્ષ દરમિયાન ચાર નવરાત્રી હોય છે. જેમાં સારદીય અને ચૈત્રી નવરાત્રીમાં શક્તિના ઉપાસકો દ્વારા માતાજીની ઉપાસના અને આરાધના કરવામાં આવે છે. શારદીય નવરાત્રી કરતા ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ હોય આ નવરાત્રી દરમિયાન ઉપાસકો દ્વારા માતાજીની પૂજા અર્ચના આરાધના અને જબ તપ કરવામાં આવે છે.
ભક્તોની ભારે ભીડ :પાટણમાં પણ નવરાત્રી પર્વમાં વિવિધ મંદિરોમાં શ્રદ્ધાળુ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને ભક્તો માતાજીની પૂજા અર્ચના અને ઉપાસના કરી આરાધના કરે છે. ત્યારે પાટણના ચક્રવતી પ્રતાપી રાજા સિધ્ધરાજ જયસિંહ દ્વારા પ્રસ્થાપિત કરાયેલ પ્રાચીન કાલિકા માતાનું મંદિર પાટણ શહેર સહિત પંથકના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિર ખાતે ચૈત્ર અને સાધ્ય નવરાત્રી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો Patan Museum : મ્યુઝીયમની મુલાકાત લેતા મન મોહી જાય, ઈતિહાસ સાથે ઘટનાઓ લાઈવ નિહાળીને લોકો અભિભૂત
સોળે શણગારના દર્શન : ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિરના પૂજારી દ્વારા શુભ મુહૂર્તમાં માતાજીની પૂજા અર્ચના કરી પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવ્યુ હતું. નવરાત્રી દરમિયાન માતાજીને નિતનવા ભાતીગળ વસ્ત્રો તેમજ સોળે શણગાર સજાવવામાં આવ્યાં હતાં. કુદરતી રંગબેરંગી ફૂલો તથા દેશ વિદેશથી નયનરમ્ય રેશમી ફૂલોથી શ્રી કાલિકા માતાજીની મનમોહક આંગી કરવામાં આવી હતી. નવરાત્રિના પ્રારંભે જ મંદિર પરિસર ખાતે યજ્ઞ યોજાયો હતો જેમાં યજમાન પરિવારે મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિઓ આપી હતી.
આ પણ વાંચો Viral Video : રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, મધુર સુરના વીડિયોની લોકપ્રિયતા વધી
શાસ્ત્રીય સંગીત સમારોહ : નવરાત્રી નિમિત્તે નગર દેવી કાલિકા મંદિર ખાતે ચૈત્ર સુદ બીજના દિવસે નવચંડી યજ્ઞ, ચૈત્ર સુદ પાંચમના દિવસે એક ચંડી યજ્ઞ, અને 29 3 2023 ના રોજ લક્ષ્મી હોમ યોજાયો હતો. મંદિર ખાતે બે દિવસીય શાસ્ત્રીય તથા સુગમ સંગીત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 29 માર્ચ 2023 ને બુધવારના રોજ અમદાવાદની ખ્યાતનામ સંસ્થા સપ્તકના પંડિતો તથા અન્ય ખ્યાતના નામ કલાકારો દ્વારા શાસ્ત્રીય વાદન તથા ગાયન અને નૃત્ય નાટિકાના કાર્યક્રમો સાંજે યોજાયા હતાં. જ્યારે 30 માર્ચે ગુરૂવારના રોજ રાત્રે રાજ્ય કક્ષાના પુરસ્કાર વિજેતા તમામ સ્થાનિક કલાકારો અને જાણીતા સંગીતજ્ઞો દ્વારા અર્થશાસ્ત્રીય ગાયન અને સુગમ સંગીતના ગીતો તથા સમૂહ તબલા વાદન વગેરેના કાર્યક્રમો યોજાયાં હતાં.