- સ્વામી વિવેકાનંદની 158મી જન્મ જ્યંતીની ઉજવણી કરાઈ
- વિવિધ સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓએ વિવેકાનંદની પ્રતિમાને કર્યું માલ્યાર્પણ
- યુવાનોએ વિવેકાનંદ અમર રહો ના લગાવ્યા નારા
- વિવેકાનંદે આપેલા ચાર સૂત્રો ને જીવનમાં ઉતારવા કર્યો અનુરોધ
પાટણ : ઉઠી જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ના સૂત્ર થકી સમગ્ર યુવાઓના આદર્શ બનેલા સ્વામી વિવેકાનંદ ના જન્મ દિવસ ને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે વિવેકાનંદની 158મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન વિવિધ રાજકીય પાર્ટીઓ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
ભાજપના આગેવાનોએ ભિક્ષુકોને ગરમ વસ્ત્રો આપ્યા
જેના ભાગ રૂપે પાટણના રેલવે સ્ટેશન સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમા ને ભારત વિકાસ પરિષદ, ભાજપ, કોંગ્રેસ,સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદના આદર્શો ને યાદ કરવામાં આવ્યા હતા.વિવેકાનંદ અમર રહો ના નારા લગાવ્યા હતા. વિવેકાનંદે આપેલા ચાર સુત્રોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.માલ્યાર્પણ બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોએ રેલવે સ્ટેશન વિસ્તારમાં ભિક્ષુકોને ગરમ વસ્ત્રોનુ વિતરણ કર્યું હતું.