ETV Bharat / state

પાટણમાં વિવિધ શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી - Celebration of Mahashivaratri in Patan

સમગ્ર દેશમાં શિવરાત્રિ પર્વની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી અને મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા હતા. ત્યારે પાટણના વિવિધ શિવ મંદિરોમાં સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ભક્તોએ શિવની પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

પાટણમાં વિવિધ શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી

author img

By

Published : Mar 11, 2021, 4:06 PM IST

  • શિવરાત્રીએ વર્ષો બાદ રચાયો અદભુત સંયોગ
  • શિવ યોગ, સિદ્ધિયોગ અને ધનિષ્ઠા નક્ષત્રનો સંયોગ
  • મંદિરોમાં દર્શન માટે જોવા મળ્યો ભારે ધસારો
  • શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

પાટણઃ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે સૌથી સારો દિવસ હોય તો એ મહાશિવરાત્રી છે. આ દિવસે ભોલેનાથના ઉપાસકો તેમની વિશેષ પૂજા-અર્ચના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. ત્યારે આ વર્ષે શિવ પર્વ ખૂબ જ ખાસ છે. મહાશિવરાત્રિએ 101 વર્ષ પછી વિશેષ સંજોગ રચાયો છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મહાશિવરાત્રિએ શિવયોગ, સિદ્ધિ યોગ અને ધનિષ્ઠા નક્ષત્રનો સંયોગ રચાતા આ તહેવારનું મહત્વ વધી ગયું છે. શિવરાત્રીના દિવસે પાટણના અતિપ્રાચીન એવા સિધ્ધનાથ મહાદેવ, છત્રપતિ શ્વર મહાદેવ બગેશ્વર મહાદેવ સહિત અન્ય શિવાલયોમાં સવારથી જ શિવપૂજા માટે મોટી સંખ્યામાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો અને ઉપાસકોએ શિવ લિંગ પર અભિષેક બિલિપત્ર ચઢાવી પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

મહાદેવનું મંદિર
મહાદેવનું મંદિર

આ પણ વાંચોઃ મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તજનોનું ઘોડાપૂર

છત્રપતેશ્વર મહાદેવ પરિસરમાં ભક્તોએ કર્યા દર્શન

પાટણમાં વિવિધ શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી
પાટણમાં વિવિધ શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી

શિવરાત્રીના દિવસે શહેરના અતિ પ્રાચીન એવા છત્રપતેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી મોટી સંખ્યામાં શિવભક્તો પૂજા દર્શન અર્થે ઊમટ્યા હતા અને ભગવાન સદાશિવની પૂજા કરી અભિભૂત થયા હતા. મંદિર પરિસર ખાતે ભગવાન શિવનું ચલિત લિંગ દર્શનાર્થે મુકવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શિવરાત્રિના પાવન પ્રસંગે અનેક શ્રદ્ધાળુઓએ મંદિરમાં પૂજા અર્ચના અને અભિષેકનો લ્હાવો લીધો હતો.

મહાદેવના મંદિરે ભક્તોએ કર્યા દર્શન
મહાદેવના મંદિરે ભક્તોએ કર્યા દર્શન

SPએ પરિવાર સાથે કરી શિવપૂજા

શિવરાત્રિના પાવન પર્વને લઈને શહેરના બગેશ્વર મહાદેવ ખાતે મોટી સંખ્યામાં સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા એ બગેશ્વર મહાદેવ ખાતે પરિવાર સાથે શિવ પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આમ પાટણ શહેરમાં વિવિધ શિવ મંદિરો બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઉઠયા હતા. ભાંગ અને શકરીયા આરોગી શિવભક્તોએ શિવની મહિમા કરતા પાટણ શહેર શિવમય બન્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.