- કોરોનાની સાથે સાથે મ્યુકોર માઇકોસીસના દર્દીઓમાં પણ સતત વધારો
- 11 દિવસમાં 11 કેસ નોંધાયા
- 8 દર્દીઓને અમદાવાદ ખસેડાયા
પાટણ: જિલ્લામાં કોરોના મહામારીની સાથે સાથે મ્યુકોર માઈકોસીસના અતિ ખર્ચાળ અને જીવલેણ રોગે પણ ભરડો લીધો છે. ગત 11મી મેના રોજ પ્રથમ કેસ નોંધાયા બાદ 11 દિવસમાં જ 11 જેટલા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે. ધારપુર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે અલગ વૉર્ડ બનાવવામાં આવ્યો છે, પરંતુ નિષ્ણાત તબીબો અને જરૂરી સુવિધાઓના અભાવે 8 દર્દીઓની હાલત ગંભીર બનતા અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ત્રણ દર્દીઓને હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
![મ્યુકોર માઈકોસીસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-04-outbreakofcoremucormicrosisinpatandistrict-photostory-gj10046_22052021200322_2205f_1621694002_633.jpg)
આ પણ વાંચો : પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટયું, નવા 36 કેસ નોંધાયા
ધારપુર હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો અને દવાઓનો અભાવ
પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે અને અનેક દર્દીઓના મોત થયા છે. તો બીજી તરફની મ્યુકોર માઈકોસીસના દર્દીઓની સંખ્યા પણ જિલ્લામાં ઉત્તરોઉત્તર વધી રહી છે. કોરોનાના ચેપ બાદ ફંગસથી થતો આ રોગ પણ ચેપી છે અને તે ઝડપથી ફેલાય છે. જેમાં દર્દીના નાક, જડબાનું હાડકું, દાંત, આંખ અને મગજને નુકસાન કરે છે. જો દર્દીને સમયસર અને ઝડપથી યોગ્ય સારવાર ન મળે તો મોત પણ નીપજે છે.
![પાટણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-04-outbreakofcoremucormicrosisinpatandistrict-photostory-gj10046_22052021200322_2205f_1621694002_283.jpg)
હોસ્પિટલમાં અલગ વૉર્ડની વ્યવસ્થા કરવામાં આવી
પાટણમાં પ્રથમ કેસ નોંધાતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં અલગ વૉર્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ જગ્યામાં મેડિકલ કોલેજ સાથે બનેલી આ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોના અભાવે ગંભીર સ્થિતિમાં મૂકાયેલા આ રોગના 8 દર્દીઓને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ધારપુર સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ
સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુકોર માઇકોસીસના દર્દીની સારવાર માટે 8 તબીબોની ટીમ જરૂરી છે. જેમાં એનેસ્થેસિયા, આંખ, કાનના તબિયત, પ્લાસ્ટિક સર્જન, ન્યુરો ફિઝિશિયન અને સર્જન, મેગજીલોફેસિયલ સર્જસન તેમજ એમડી ફિઝિશિયનનો સમાવેશ થાય છે. જેમાં મેગઝીનલોફેસીયલ સર્જન, ન્યુરો ફિઝીશીયન, સર્જન સહિત કેટલાક તબીબો ધારપુર સિવિલ હોસ્પિટલમાં ન હોવાથી આ રોગના દર્દીઓની સારવાર કરવી શક્ય નથી. આ ઉપરાંત આ ગંભીર રોગનાં ઇન્જેક્શનો તેમજ જરૂરી દવાઓ પણ ઉપલબ્દ્ધ નથી.
આ પણ વાંચો : પાટણમાં ભારે પવનથી વીજ થાંભલો ધરાશાયી થતાં મહિલાનું મોત
દર્દીઓને ધારપુર સિવિલમાં જ સારવાર મળી રહે તે માટે રાજકીય આગેવાનો સરકારમાં રજૂઆત કરે
છેલ્લા 11 દિવસમાં જ આ ચેપી અને ખર્ચાળ રોગના 11 દર્દીઓ નોંધાય છે, ત્યારે પાટણ જિલ્લાના રાજકીય આગેવાનોએ આ રોગના દર્દીઓને પાટણની ધારપુર હોસ્પિટલમાં જ નિષ્ણાંત તબીબની દેખરેખ હેઠળ સારવાર મળી રહે તે માટેના પ્રયત્નો કરી સરકારમાં રજૂઆત કરવી જોઇએ તેમ લોકો ઇચ્છી રહ્યા છે.