ETV Bharat / state

પાટણમાં ગાજરના ભાવ ઘટયા, ખેડૂતો મુકાયા ચિંતામાં

ગુજરાત સહિત દેશમાં જેની માંગ રહે છે, તેવા લાલ ગાજરનું ઉત્પાદન પાટણ પંથકમાં વિપુલ પ્રમાણમાં થયું છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. જેને લઇ જગતનો તાત વિમાસણમાં મુકાયેલા છે.

પાટણમાં ગાજરના ભાવ ઘટયા, ખેડૂતો મુકાયા ચિંતામાં
પાટણમાં ગાજરના ભાવ ઘટયા, ખેડૂતો મુકાયા ચિંતામાં
author img

By

Published : Dec 26, 2020, 8:50 PM IST

  • ગાજરના ઉત્પાદન માટે પાટણની જમીન અનુકૂળ
  • અનૂકૂળ આબોહવાને કારણે ઉત્તમ ગુણવતાના ગાજરનું ઉત્પાદન
  • પાટણના ગાજરની માંગ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી
  • ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ભાવ ઘટ્યા

પાટણઃ પ્રતિવર્ષ જિલ્લાના ખેડૂતો રવી સીઝનમાં ગાજરનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. આ વિસ્તારની જમીન ગાજરના ઉત્પાદન માટે અનુકૂળ હોવાથી લાલચટક ગાજરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જે ગુજરાત જ નહીં પણ દેશના અન્ય રાજ્યોમાં પણ તેની માંગ રહે છે. ખાસ કરીને આ લાલચટ્ટાક ગાજર દેશના આર્થિક પાટનગર એવા મુંબઈમાં ટ્રકો ભરીને મોકલવામાં આવે છે.

પાટણમાં ગાજરના ભાવ ઘટયા, ખેડૂતો મુકાયા ચિંતામાં

ચાલુ વર્ષે ગાજરના ભાવમા ઘટાડો

આ વર્ષે પણ સારા વરસાદ અને અનુકૂળ હવામાનને કારણે ઉત્તમ ગુણવતાના ગાજરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. પાટણની બજારોમાં મોટા પ્રમાણમાં ગાજરની આવક શરૂ થઈ છે. ત્યારે યોગ્ય ભાવ મળશે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ તે ખોટી ફરી છે. ગત વર્ષે શરૂઆતમાં 400 થી 500 રૂપિયાના મણના ભાવ હતા. પરંતુ આ વર્ષે ગાજરના ભાવો ગગડ્યા છે. હાલમાં પાટણ માર્કેટમાં ખેડૂતોને 180 થી 240 રૂપિયાના મણના ભાવ મળે છે. પોષણક્ષમ ભાવો નહીં મળતાં ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યુ છે.

ગાજરની ખેતીને જીવંત રાખવા નિકાસ માટે ખેડૂતોની માગ

બે વિઘા ખેતરમાં ગાજરનું વાવેતર કરવા પાછળ અંદાજે રૂપિયા 15 હજારથી વધુનો ખર્ચ થાય છે. જેની સામે હાલના ભાવ જોતા પાણી, બિયારણ, ખાતર, દવાનો છંટકાવ, મજૂરી તેમજ ખેડૂતોને મહેનતનુ ફળ પણ મળે તેમ નથી. ત્યારે સરકારે ગાજરની ખેતીને જીવંત રાખવા તેના નિકાસ અને ભાવ માટે યોગ્ય પગલાં ભરવા જોઇએ.

480 એક્ટરમાં થયું છે ગાજરનું વાવેતર

પાટણ ઉપરાંત આસપાસના રૂની, રામનગર, ગોલાપુર, વામૈયા, રાજપુર, માંડોત્રી અને હાસાપુર સહિતના ગામોમાં ગાજરનું 480 હેકટરમાં વાવેતર થયું છે. પાકનું ઉત્પાદન પણ સારું થયું છે પરંતુ પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.