પાટણ ખાતે યોજાયેલ ખેડૂત શિબિરમાં ખેડૂત તજજ્ઞોએ ખેત પેદાશોના પ્રોસેસિગ થકી ડાયરેક્ટ માર્કેટ એપ્રોચ બનાવી વધુ ભાવ મેળવી ખેડૂતોની આવકમાં વધારો કરાય તે અંગેનુ માર્ગદર્શન આપી કિશાન પ્રોડ્યુસર કંપનીમાં જોડાવવા ખેડૂતોને આહવાન કર્યું હતુ. નાબાર્ડ અધિકારીએ પ્રોડ્યુસર કંપનીને સરકાર તરફથી મળતા લાભ અંગેની માહિતી ખેડૂતોને આપી હતી.
ખેડૂત શિબિરમાં જળ શક્તિ અભિયાન અંતર્ગત પાણી બચાવવા માટેના અને વરસાદી પાણીના સંગ્રહ માટેના સંકલ્પ લેવડાવ્યા હતાં, તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્રારા વોટર હાર્વેસ્ટિંગ બાબતે મોડલ બતાવી ખેડૂતોને માહીતી આપવામા આવી હતી.