ETV Bharat / state

પાટણ શેલ્ટર હોમમાં રહેતા નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ કરાયું - ભાજપ પ્રદેશ મહામંત્રી

સેવા માટે હંમેશા અગ્રેસર રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના અને લાયન્સ કલબ દ્વારા પાટણ શેલ્ટર હોમમાં રહેતા જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી. પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ધાબળા વિતરણ
ધાબળા વિતરણ
author img

By

Published : Jan 6, 2021, 4:18 PM IST

Updated : Jan 6, 2021, 4:59 PM IST

  • પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને લાયન્સ કલ્બ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું
  • પાટણ શેલ્ટર હોમમાં 35 ઘાબળાનું વિતરણ કરવામાં આવ્યું
  • ભાજપ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ રહ્યા ઉપસ્થિતિ

પાટણ : શહેર સહિત જિલ્લામાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. શિયાળાની કડકડતી ઠંડીથી બચવા ભદ્ર સમાજના લોકો સારી ક્વોલિટીના વિવિધ પ્રકારનાં વસાણાં ખાય છે, તો ઘરોમાં ગરમ હીટર લગાવી અને દિવસ દરમિયાન ગરમ વસ્ત્રો પહેરી ઠંડીથી રક્ષણ મેળવે છે. જ્યારે ફૂટપાથ અને શ્રમિક વિસ્તારમાં રહેતા લોકોને ઓઢવા માટે ચાદર પણ નસીબ થતી નથી. ત્યારે આવા જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ આપવા માટે દર વર્ષે વિવિધ સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ આગળ આવે છે. પાટણમાં સેવાભાવી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના અને લાયન્સ કલબ દ્વારા શેલ્ટર હોમ ખાતે રહેતા 35 નિરાધારોને ધબળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

પાટણ શેલ્ટર હોમમાં રહેતા નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ કરાયું

શેલ્ટર હોમમાં ગિઝર આપવાની અન્ય સેવાભાવી સંસ્થાએ તૈયારી દર્શાવી

હાલમાં સેન્ટર હોમમાં રહેતા નિરાધાર અને શિયાળામાં સ્નાન કરવા માટે ગરમ પાણીની કોઈ સગવડ નથી. ધાબળા વિતરણના કાર્યક્રમમાં આ સમસ્યાની જાણ થતા અન્ય એક સેવાભાવી સંસ્થાએ આ શેલ્ટર હોમમાં ગરમ પાણી માટે ગિઝર લગાવી આપવાની ખાત્રી આપી હતી. ધાબળા વિતરણ કાર્યક્રમ ઉપસ્થિત પ્રદેશ ભાજપના મહામંત્રી કે. સી. પટેલે લાયન્સ ક્લબની અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખની કામગીરીને બિરદાવી હતી.

Last Updated : Jan 6, 2021, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.