● ભાજપ દ્વારા આભાર દર્શન રેલી યોજાઇ
● રેલવે સ્ટેશને તમામ ઉમેદવારોને સાથે રાખી યોજવામાં આવી રેલી
● પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ રેલી
● ભાજપના કાર્યકરોએ ભવ્ય આતશબાજી કરી
પાટણઃ પાટણ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મંગળવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વોર્ડવાઈઝ પરિણામો જાહેર થતાં ગયા અને ભાજપની ચેનલો વિજય બનતા કુલ 38 બેઠકો મેળવતા ભાજપે સ્પષ્ટ જંગી બહુમતી મેળવી હતૂ. જેના પગલે કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો હતો. શહેર ભાજપ દ્વારા શહેરના રેલવે સ્ટેશનથી વિઠ્ઠલ ચેમ્બર સુધી આભાર દર્શન રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ભાજપના ઉમેદવારો સમર્થકો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. જીતના જશ્નમાં રેલવે સ્ટેશન ખાતે ભવ્ય આતશબાજી કરી પ્રસ્થાન થયેલી રેલી શહેરની બજારમાંથી પસાર થતાં ઠેરઠેર ફૂલહાર અને પુષ્પવર્ષા કરી સન્માન કરવામાં આવ્યું હતું તો ઉમેદવારોએ પણ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણમાં ભાજપે જીતની ખુશીમાં આભાર દર્શન રેલી યોજી - ભાજપ રેલી
પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મંગળવારે મતગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીએ 38 બેઠકો મેળવીને ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે આ ઐતિહાસિક વિજયના વધામણાં કરવા તથા મતદારોનો આભાર માનવા ભાજપ દ્વારા ભવ્ય આભાર દર્શન રેલીનું આયોજન પ્રદેશના ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.