પાટણ શહેરમાં ડીસા હાઈવે (Deesa Highway in Patan) રોડ પર બનાવવામાં આવેલા ચાર માર્ગીય બ્રિજનું (Deesa Highway Four Lane Bridge) સાત દિવસ અગાઉ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય (Patan Congress MLA) અને કાર્યકરોએ ઉદ્ઘાટન કર્યા બાદ આજે રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે પુનઃખુલ્લો મુકાયો હતો. સાત દિવસના સમયગાળામાં જ કોંગ્રેસ બાદ ભાજપ દ્વારા આ પુલનું લોકાર્પણ કરવામાં આવતા વાહનચાલકો અને શહેરીજનો પણ અચંબામાં મુકાયા હતા.
બેરીકેટો હટાવી લીલી જંડી બતાવી પુલનું લોકાર્પણ પાટણ શહેરના ડીસા ચાણસ્મા હાઇવે રોડ (Deesa Chansma Highway Road Patan) પર રિલાયન્સ પેટ્રોલ પંપથી નવા ગંજ તરફ જવાના માર્ગ ઉપર 27 કરોડ રૂપિયાના ખર્ચે 700 મીટર લાંબો અને 15 મીટર પહોળો નવીન ચાર માર્ગીય બ્રિજ તૈયાર હોવા છતાં ઉદ્ઘાટનના અભાવે બેરીકેટ મૂકી વાહન વ્યવહાર માટે બંધ રખાયો હતો. સરકાર દ્વારા લોકાર્પણ નહીં કરવામાં આવતા સાત અગાઉ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના કાર્યકરોએ બેરીકેટો હટાવી લીલી ઝંડી બતાવી પુલનું લોકાર્પણ કર્યું હતું. ધારાસભ્યના આ કાર્યથી ભાજપના કાર્યકરો સફાળા જાગ્યા હતા. શુક્રવારે રાજ્ય કક્ષાના માર્ગ અને મકાન પ્રધાન (State Level Roads and Buildings Minister) જગદીશ વિશ્વ કર્મના હસ્તે આ બ્રિજનું ફરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાહન ચાલકો માટે આ બ્રિજ ખુલ્લો મુકાયો હતો.
15 મીટર પહોળો ઓવરબ્રિજ મંજૂર કરી શહેરના પ્રવેશ દ્વાર નવજીવન ચાર રસ્તા પર કાયમી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હતા. ત્યારે આ સમસ્યા હલ કરવા માટે સરકાર દ્વારા 700 મીટર લાંબો અને 15 મીટર પહોળો ઓવરબ્રિજ મંજૂર કરી તેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે આ બ્રિજ વિધિવત રીતે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા ફૂલ ઉપર વાહન વ્યવહાર ધમધમતો બન્યો હતો. આ બ્રિજ કાર્યરત થવાથી નવજીવન ચાર રસ્તા પર થતી ટ્રાફિકની જટિલ સમસ્યા મહદ અંશે હલ થશે.