ETV Bharat / state

Jagannath Rath Yatra 2023 : પાટણમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનો મહાભિષેક કરાયો, ફુલોની આંગી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર - પાટણમાં જગન્નાથજીનો મહાભિષેક

પાટણમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીને મંત્રોચ્ચાર સાથે મહાભિષેક કરાયો હતો. ભગવાન જગન્નાથજી પર સહસ્ત્ર ધારા કરવામાં આવી સાથે જ મંદિરના શિખર પર શુભ મુહૂર્તમાં ધ્વજારોહણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભગવાન સમક્ષ કરવામાં આવેલી આંગી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Rath Yatra 2023 : પાટણમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનો મહાભિષેક કરાયો, ફુલોની આંગી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

author img

By

Published : Jun 19, 2023, 3:02 PM IST

Updated : Jun 19, 2023, 4:39 PM IST

પાટણમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનો મહાભિષેક કરાયો, ફુલોની આંગી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

પાટણ : પાટણ પંથકના પ્રસિદ્ધ જગદીશ મંદિર ખાતે રથયાત્રાને લઈને આજે અષાઢ સુદ એકમના દિવસે ભગવાન જગન્નાથજીનો મહાઅભિષેક સાથે સહસ્ત્ર ધારા બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પૂજાવિધિ યજમાન સહિત ભક્તજનો દ્વારા શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સાથે કરવામાં આવી હતી.

રથયાત્રાને લઈને કાર્યક્રમ : પાટણમાં ભગવાન જગન્નાથજીની નીકળનારી 141મી રથયાત્રા પૂર્વે આજે જગદીશ મંદિર ખાતે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પર યજમાન પરિવાર દ્વાર મંત્રોચ્ચાર સાથે જલાભિષેક સહિતની ષોડશોપચાર પૂજા ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી. તો ભગવાન જગન્નાથજી પર સહસ્ત્ર ધારા પણ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તોએ ભગવાન પર દૂધની ધારાનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત મંદિરના શિખર પર શુભ મુહૂર્તમાં ધજા રોહણ કરવામાં આવી હતી.

ભગવાનની કૃપા દ્રષ્ટિથી અમને આ પૂજા કરવાનો અવસર મળ્યો છે. જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. મામેરાની શોભા યાત્રા પણ અમારા નિવાસ્થાનેથી જ નીકળશે. જેને લઇ પરિવારજનો અનેરો આનંદ અને ઉત્સાહ છે. - મયંક પટેલ (ભગવાન જગન્નાથજીના અભિષેક પૂજામાં યજમાન)

ફુલોની આંગી શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની : નગરની સુખ-સમૃદ્ધિ વધે અને લક્ષ્મીજીની કૃપા પાટણ નગર પર હંમેશા રહે તેવા આશયથી ભગવાન જગન્નાથ સમક્ષ રંગબેરંગી ફુલોની આંગી કરવામાં આવી હતી. જગદીશ મંદિર ખાતે દર વર્ષે અલગ અલગ રીતે ભગવાન જગન્નાથ સમક્ષ આંગી કરવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે ફુલોની આંગી શ્રદ્ધાળુ ભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

  1. Jagannath Rathyatra 2023: ચકલું પણ ન ફરકે એવી તૈયારી, ભાવનગરમાં કડક સુરક્ષા સાથે નીકળશે રથાયાત્રા
  2. Rathyatra 2023: ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા, નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા
  3. Rath Yatra 2023 : રથયાત્રાને લઈને પોલીસ સજ્જ, રૂટ પર મેગા રીહર્સલ યોજાયું, 21 કિમીનો રસ્તો અવરજવર માટે બંધ

Last Updated : Jun 19, 2023, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.