બસ્પા ગામે વેરની વસુલાતમા નાડોદા અને રાજપૂત સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમા દરબાર સમાજના અને બોર્ડર વિંગમાં ફરજ બજાવતા નરસંગજી ચમનજી વાઘેલા ઉપર નાડોદાના કનુભાઈએ ફાયરિંગ કર્યુ હતું.
આ ગોળીબારમાં તેમનું મોત થયુ હતું. હત્યા કરીને ભાગી છુટેલા આરોપીને ઝડપી પાડવા પાટણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી . દરમિયાન આરોપી ગાંધીનગર એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણમાં આવ્યુ હતું.
પોલીસે તપાસ કરી માહિતી સાચી હોવાથી આરોપીની ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે આ ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.