- ધારપુર હોસ્પિટલમાં વેઈટિંગમાં રહેલા દર્દીઓ માટે બે સંસ્થાઓ સગવડ ઉભી કરી
- હિન્દૂ જાગરણ મંચ અને સીમાજનકલ્યાણ સમિતિ દ્વારા વ્યવસ્થા કરાઈ
- મંડપ,ખટલા,ગોદડા અને કુલરની સેવા ઉભી કરાઈ
પાટણઃ શહેર સહિત જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. જેના કારણે તમામ હોસ્પિટલ્સ દર્દીઓથી ભરાઈ ગઈ છે. ધારપુર હોસ્પિટલમાં તમામ પથારીઓ દર્દીઓથી ભરાઈ ગઈ છે. ત્યારે અન્ય દર્દીઓને સારવાર માટે લાઈનોમાં રહેવું પડે છે. ત્યારે આવા દર્દીઓને કોઈપણ જાતની હાલાકી ભોગવવી ન પડે તે માટે હિંદુ જાગરણ મંચ દ્વારા સેવાકીય પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ધારપુર મેડીકલ કોલેજ કેમ્પસમાં 20 નવા ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઇ
30 જેટલા ખાટલા ગોદડા સાથે મુકવામાં આવ્યા છે
ધારપુર હોસ્પિટલમાં આવતા દર્દીઓ વેઇટિંગ નંબર લઈને લાઈનમાં એક બે દિવસ સુધી દાખલ થવા રાહ જોતા હોય છે. ત્યારે આવા દર્દીઓને તડકા અને ગરમીની તકલીફમાં રાહત આપવા માટે મંડપ બાંધવામાં આવ્યો છે અને તેમાં 30 જેટલા ખાટલા ગોદડા સાથે મુકવામાં આવ્યા છે.
દર્દીઓ માટે એર કુલરની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે
દર્દીઓને ગરમીમાં રાહત મળે તે માટે એર કુલરની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે 24 ક્લાક મિનરલ પાણીની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. તો દર્દીઓ અને તેમના સગાઓ માટે મોબાઈલ ચાર્જિંગની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં 160 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 11 હજારથી વધુ બેડની વ્યવસ્થા કરાઈ
વેઇટિંગમાં રહેલા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર મળી રહે તે માટેની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે
ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે વેઇટિંગમાં રહેલા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર મળી રહે તે માટેની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. હિંદુ જાગરણ મંચ અને સીમા જનકલ્યાણ દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે આ સેવા છેલ્લા પંદર દિવસથી શરૂ કરવામાં આવી છે, જેને લોકો બિરદાવી રહ્યા છે.