ETV Bharat / state

પાટણમાં શિક્ષણ સહાયક તરીકે 59 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા - patan collecter

પાટણમાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે 59 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેકટરના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

પાટણમાં શિક્ષણ સહાયક તરીકે 59 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા

author img

By

Published : Jun 2, 2021, 12:54 PM IST

  • પાટણ જિલ્લામાં 58 નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા
  • વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન રહ્યા ઉપસ્થિત
  • જિલ્લા કલેકટર કચેરી ખાતે નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો

પાટણઃ કોરોના મહામારી દરમિયાન પણ વિદ્યાર્થીઓને અભ્યાસ લક્ષી મુશ્કેલી ન અનુભવાય તે માટે સરકારે સતત પ્રયત્નો કર્યા છે. આ વર્ષે ફેસલેશ અને પેપર લેસ પ્રક્રિયા દ્વારા પારદર્શક ભરતી થકી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવ નિયુક્ત શિક્ષકોને નિમણુક પત્ર એનાયત કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં 253 નવનિયુક્ત હથિયારી લોકરક્ષક જવાનો જોડાયા

58 નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા

ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવ નિયુક્ત શિક્ષકોને નિમણુક પત્ર એનાયત કરવાના ઓનલાઇન કાર્યક્રમમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓમાં 58 જેટલા શિક્ષકોને જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાતીના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. તેમજ તેમની ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તો સાથે જ હાલમાં જે કોરોના મહામારી ચાલી રહી છે તે દરમિયાન તેમની ભૂમિકા અંગે પણ તેમને સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ખોટા દાક્તરી પ્રમાણપત્ર રજૂ કરીને જિલ્લા ટ્રાન્સફરની માગ કરતા 17 શિક્ષકો વિરુદ્ધ CID તપાસ કરશે

નવનિયુક્ત શિક્ષકોએ કર્યા શપથ ગ્રહણ

કોરોના મહામારીના કપરા સમયમાં પણ શિક્ષણ અને શિક્ષકોની ભરતીની ચિંતા કરી સરકારે પારદર્શક પ્રક્રિયાના અંતે નિમણૂક પત્ર આપ્યા છે ત્યારે નિમણૂક પત્ર મેળવનારા ઉમેદવારોએ પણ સરકારનો આભાર માન્યો હતો. પોતાની ફરજના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રનિર્માણ અને સારા ચારિત્ર્યનું નિર્માણ થાય તે માટેના પ્રયત્નો કરવા કટિબદ્ધતા બતાવી હતી. નવનિયુક્ત શિક્ષણ સહાયકોએ બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટેની કાર્યદક્ષતા અને ફરજ સરસ્વતીના શપથ ગ્રહણ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.