ETV Bharat / state

પાટણ જિલ્લાના અગરિયાઓના ઓળખકાર્ડ રદ કરાતા હિત રક્ષક મંચ દ્વારા આવેદનપત્ર અપાયું - Agaria Hit Rakshak Manch

પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં વર્ષોથી મીઠું પકવતા અગરીયાઓ સામે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી એક તરફી કાર્યવાહી બંધ કરવા અને અગરિયાઓને આપવામાં આવેલ ઓળખકાર્ડ એકાએક રદ(Identity card of Agarias canceled) કરાત ગુરુવારે અગરિયા હિતરક્ષક સમિતિ દ્વારા આ બાબતે પત્રકારો સાથે બેઠક યોજી અવગત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ જિલ્લા પ્રશાસને આવેદનપત્ર સુપ્રત કરી પોતાની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી અને જો અગરિયાઓને ઓળખકાર્ડ ફરી નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

પાટણ જિલ્લાના અગરિયાઓના ઓળખકાર્ડ રદ કરાતા હિત રક્ષક મંચ દ્વારા આવેદનપત્ર અપાયું

author img

By

Published : Nov 26, 2021, 6:24 PM IST

  • અગરિયા હિતરક્ષક સમિતીએ કલેકટરને કરેલી રજૂઆત
  • બારસો કરતાં વધુ અગરિયાઓના કાર્ડ રદ કરવા મામલે કરાઈ રજૂઆત
  • ઓળખ કાર્ડ બંધ થતાં અગરિયાઓને મળતા લાભ બંધ થવાની ચિંતા

પાટણઃ જિલ્લાના સાંતલપુર તાલુકામાં કચ્છનું નાનું રણ (Little Desert of Kutch)આવેલું છે. જેમાં સાંતલપુર વારાહી સમી વિસ્તારના અગરિયાઓ રણમાં મીઠું પકવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે અગરિયાઓને આપવામાં આવેલા ઓળખકાર્ડ શ્રમ વિભાગ કચેરી પાટણ (Labor Department Office Patan )દ્વારા રદ કરાતા આ મામલે અગરિયા હિત રક્ષક મંચના (Agaria Hit Rakshak Manch)આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતાં જણાવ્યું હતું કે સાંતલપુર તાલુકાના 16થી વધુ ગામોમાંથી મોટી સંખ્યામાં અગરિયાઓ મીઠું પકવે છે. ત્યારે તાજેતરમાં વહીવટીતંત્ર દ્વારા 1200 જેટલા ઓળખકાર્ડ રદ કરવામાં આવ્યા છે.

પાટણ જિલ્લાના અગરિયાઓના ઓળખકાર્ડ રદ

શ્રમ અધિકારી દ્વારા 1200 જેટલા કાર્ડ રદ કરવામાં આવ્યા

જેને કારણે અગરિયાઓના વિકાસ કામો તેમજ તેમને મળતા લાભો બંધ થઈ જવાનો અગરિયાઓમા ભય ફેલાયો છે. પત્રકાર પરિષદ બાદ અગરિયા હિત રક્ષક મંચના આગેવાનો અને અગરીયાઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા વર્ષોથી સાંતલપુરના રણમાં અગરિયાઓ મીઠું પકવે છે અને આ અગરિયાઓને ઓળખકાર્ડ પણ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે તાજેતરમાં પાટણ શ્રમ અધિકારી (Labor Department Office Patan )દ્વારા 1200 જેટલા કાર્ડ રદ કરવામાં આવ્યા છે. આ અંગે અગરિયાઓને કોઈપણ જાતની જાણ કરવામાં આવી નથી કે નોટિસ પણ મોકલવામાં આવી નથી. માટે શ્રમ અધિકારી કચેરી (Labor Officer's Office)દ્વારા કાર્ડ રદ કરવાનો હુકમ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો આ બાબતે વહીવટીતંત્ર દ્વારા અગરિયાઓના હિતમાં નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આવો આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

કાર્ડ રિન્યુ કરાવવાની જવાબદારી વ્યક્તિની છે : શ્રમ અધિકારી
અગરિયાઓના ઓળખકાર્ડ રદ કરવા મામલે પાટણ શ્રમ અધિકારી ચિંતન ભટ્ટે જણાવ્યું હતું કે વર્ષ 2008માં અગરિયાઓને ઓળખ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા આ કાર્ડ યોજનાકીય હતા અને તેની સમયમર્યાદા પાંચ વર્ષની હતી વર્ષ 2013માં આકારની સમય મર્યાદા પૂર્ણ થઇ હોવાથી આ કાર્ડ આપોઆપ રદ થયા છે કાર્ડ ની સમય મર્યાદા પૂર્ણ થઇ છતાં તેને રીન્યુ કરવા માટે અગરિયાઓ દ્વારા કોઇ જ કામગીરી કરવામાં આવી નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આડેસર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા અતિક્રમણ ન થાય તે માટે ઓળખકાર્ડ આપવા લેખિતમાં જાણ કરાઈ હતી તેમ છતાં અગરિયાઓ યોજનાકીય ઓળખ કાર્ડ રીન્યુ કરવાની પ્રક્રિયા કરશે તો શ્રમ વિભાગ પૂરતો સહયોગ આપશે

આ પણ વાંચોઃ Milking Machine Launch in Gujarat: IDMCએ બનાવ્યું પોર્ટેબલ મિલ્કિંગ મશીન જાણો શુ છે ખાસિયત?

આ પણ વાંચોઃ ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021-22માં સુરતના ખેલાડીઓનો દબદબો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.