પાટણઃ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તે પ્રમાણે વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, ત્યારે શુક્રવારના રોજ શાળાનો વાર્ષિક રમતોત્સવ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયો હતો, જેમાં ધોરણ 1થી 7 ના 200થી વધુ વિદ્યાર્થીઓએ દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ, બાસ્કેટ બોલ સહિતની રમતોમાં ભાગ લીધો હતો તેમજ વિદ્યાર્થીઓએ તેમનામાં રહેલા વિવિધ કૌશલ્યોને ઉજાગર કર્યા હતા.
આ ઉપરાંત શાળામાં વર્ષ દરમ્યાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રાંત અધિકારીના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.