ETV Bharat / state

પાટણ નજીક ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 વર્ષીય બાળકી સહિત 3ના મોત, 3 ઈજાગ્રસ્ત - Chanasma-Mehsana Highway

ચાણસ્મા- મહેસાણા હાઈવે રોડ ઉપર ગુરુવારે સવારે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત (Death) નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. તો પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લણવાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા ત્રણ વ્યક્તિઓને સારવાર અર્થે મહેસાણા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

Accident in Patan
Accident in Patan
author img

By

Published : Aug 12, 2021, 5:29 PM IST

  • ચાણસ્મા-મહેસાણા હાઇવે ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત
  • સામાજિક પ્રસંગમાં ગામમાં જઈ રહેલા સુરતના પરિવારને અકસ્માત નડ્યો
  • અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકી સહિત એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત

પાટણ: ચાણસ્મા- મહેસાણા હાઈવે રોડ ઉપર ગુરુવારે સવારે કાર (car) અને ટેન્કર (Tanker) વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ચાણસ્મા તાલુકાના મુલથણીયા ગામના વતની અને ધંધા-રોજગાર અર્થે સુરતમાં સ્થાયી થયેલો પટેલ પરિવાર ગામમાં સામાજિક પ્રસંગ હોવાથી તેઓ પોતાની કાર (car) લઈને ગામમાં આવી રહ્યા હતા. ગુરુવારે સવારે તેમની કાર મહેસાણા-ચાણસ્મા હાઇવે રોડ ઉપર આવેલા લણવા ગામે પેટ્રોલ પંપ નજીકથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન ચાણસ્મા તરફથી મહેસાણા તરફ જઈ રહેલા દૂધ ભરેલા ટેન્કરે (Tanker) સામેથી આવતી કારને ટક્કર મારતા કાર રોડની સાઈડમાં પડી હતી અને કારમાં સવાર છ પૈકી 3 વર્ષની બાળકી સહિત એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત (Accident) ને પગલે લોકોના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. તો ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. મૃતકો તેમજ ઇજાગ્રસ્તોને લણવા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે થોડા સમય માટે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

લણવા પાસે ટેન્કર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

આ પણ વાંચો: Accident in Rajkot: કાલાવાડ રોડ પર કાર અને ST બસ વચ્ચે અકસ્માત, 5ના મોત

ગ્રામજનો અને પરિવારજનો લણવા ખાતે દોડી આવ્યા

મુલથણીયા ગામનો પટેલ પરિવાર શ્રીમંતના પ્રસંગમાં ગામમાં આવી રહ્યો હતો. તે દરમિયાન ટેન્કરની ટક્કરે ત્રણ વ્યક્તિઓના મોત (Death) થયાના સમાચાર વાયુવેગે ગામ પહોંચી જતા ગામલોકો અને પરિવારજનો લણવાના સરકારી દવાખાને ખાતે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનોએ દવાખાનામાં કલ્પાંત કરતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ગામમાં પણ શોકની કાલિમા છવાઇ હતી. મુલથણીયા ગામનો સામાજિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

મૃતકોની યાદી

  1. પટેલ આશિષ મનુભાઈ ઉં. 40
  2. પટેલ જૈમીન તળશીભાઇ ઉ. 36
  3. પટેલ ત્રિશા જૈમીનભાઈ ઉ. 3

ઇજાગ્રસ્તોની યાદી

  1. પટેલ મેહુલ રજનીકાંત ઉ.23
  2. પટેલ પિયુષ પ્રવીણભાઈ ઉ.25
  3. પટેલ જૈમીન આશિષભાઈ ઉ.7

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.