- હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો
- LLBની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાની અરજીથી વિવાદ
- યુનિવર્સિટીએ બેનામી અરજી મામલે તપાસના આદેશ કર્યા
- તપાસ સમિતિ રિપોર્ટ તૈયાર કરી બેઠકમાં રજૂ કરશે
પાટણ : જિલ્લાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદોનો પર્યાય બની હોય તેમ અવાર-નવાર અને ગેરરીતિઓ ભ્રષ્ટાચાર અને વિવિધ વિવાદોમાં સપડાયેલી રહે છે. તાજેતરમાં જ MBBSના ગુણ સુધારણા કૌભાંડની હજી તપાસ ચાલી રહી છે. ત્યારે યુનિવર્સિટી વિશે વધુ એક વિવાદ બહાર આવ્યો છે. તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા મોડાસામાં લેવામાં આવેલા LLBની Sem-1ની ઓનલાઈન પરીક્ષામાં આચાર્યએ પરીક્ષા આપી હતી.
EC સભ્ય હરેશ ચૌધરી સહિત સભ્યોની એક ટીમ બનાવાઇ
આ દરમિયાન કેટલાક પેપરો તેમણે પોતાના બદલે તેમની પરીક્ષા આપવા માટે પોતાના પટાવાળાને બેસાડી પરીક્ષા આપી છે. આ પ્રકારની એક બેનામી અરજી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને મળતા યુનિવર્સિટીએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક EC સભ્ય હરેશ ચૌધરી સહિત સભ્યોની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમને તપાસ માટે મોડાસા કોલેજમાં મોકલી હતી. ટીમ દ્વારા પ્રિન્સિપાલના નિવેદન લઇને તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે આગામી સમયમાં મળનારી EC બેઠકમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : વિશ્વ પર્યાવરણ દિવસઃ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સીટીમાં વૃક્ષારોપણ કરાયું
રિપોર્ટ આગામી બેઠકમાં મુકવામાં આવશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું કે, મોડાસા કોલેજમાં LLB Sem-1ની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ગેરરીતિ કરી હોવાની અરજી મળતા તેની તપાસ હાલમાં ચાલી રહી છે. વિદ્યાર્થી કઈ કોલેજનો અને કયા હોદ્દા ઉપર છે તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. તેનો રિપોર્ટ આગામી બેઠકમાં મુકવામાં આવશે.
આ પણ વાંચો -
- પાટણ યુનિવર્સિટીએ પરિક્ષાનુ માળખુ કર્યુ જાહેર
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં રેટ્રો ડે ઉજવાયો
- પાટણ યુનિવર્સિટીમાં કારોબારી સભ્ય ચૂંટાયા
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વચ્ચે MOU
- ઉત્તર ગુજરાત આંતર કોલેજ ટેબલ ટેનિસ સ્પર્ધામાં મોડાસા સાયન્સ કોલેજની ટીમ બની ચેમ્પિયન