પાટણ યુનિવર્સીટીના પરીક્ષા લક્ષી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ફોર્મ ભરવા માટે યુનિવર્સિટી આવવું ન પડે તે માટે તમામ ફોર્મ ઓનલાઇન ભરાય તે માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ, નામ સુધારણા, વેરિફિકેશન અને ડિગ્રી સર્ટીના ફોર્મ વિદ્યાર્થીઓ 1લી જૂનથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
આ 15 જૂન સુધીમાં બાકી રહેલા ટ્રાસ્કિપટ, ડબ્લ્યૂ 103, માઈગ્રેશન અને પ્રોવિઝિન ડિગ્રીના ફોર્મ પણ ઓનલાઇન ભરાય તે માટેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે જેથી 15 જૂન પછી પરીક્ષા વિભાગના તમામ ફોર્મ અને ફી વિધાર્થીઓ ઓનલાઇન ભરી શકશે.