ETV Bharat / state

પાટણમાં કોંગ્રેસનો વિખવાદ વકર્યો, નગરપાલિકાની સામાન્ય સભા ફરીથી મુલતવી - નગરપાલિકામાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે રાજકારણ

પાટણઃ નગરપાલિકામાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે. નગરપાલિકામાં અગાઉ મુલતવી રાખેલી ખાસ સામાન્ય સભા કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે ફરી એકવાર સર્વાનુમતે મુલતવી રાખવામાં આવી હતી.જેથી કેટલાંક સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો.

General Meeting of Patan Municipality
author img

By

Published : Oct 10, 2019, 9:17 PM IST

કોંગ્રેસના 24 સભ્યો દ્વારા પાટણ નગરપાલિકાની ચાર શાખાઓના ચેરમેન બદલવા,યુનિવર્સિટીના સભ્ય બદલવા અને વિવિધ ગ્રાન્ટની ફાળવણીની સત્તા અન્ય સભ્યને સોંપવા બાબતે ખાસ સામાન્ય સભા બોલાવવાની દરખાસ્ત કરાઈ હતી, પરંતુ નિયત સમયમાં ખાસ સામાન્ય સભા નહીં બોલાવવામાં આવતા ચીફ ઓફિસરે કાયદાની જોગવાઇ મુજબ પ્રાદેશિક કમિશ્નર અને જિલ્લા કલેક્ટરને રિપોર્ટ રજુ કર્યો હતો. જે અનુસંધાને જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવા માટે એજન્ડા રજુ કરાયો હતો.

પાટણમાં કોંગ્રેસનો વિખવાદ વકર્યો, નગરપાલિકાની સામાન્ય સભા ફરીથી મુલતવી

જેથી નગરપાલિકાના સભા ખંડ ખાતે ખાસ સામાન્ય સભા ફરીથી મળી હતી.જેમાં યુનિવર્સિટીના સેનેટ સભ્યની જગ્યાએ અન્ય સભ્યનું નામ મુકવા,પાલિકાની વિવિધ ગ્રાન્ટની ફાળવણીની સત્તા પ્રમુખની જગ્યાએ કોર્પોરેટરને આપી નિમણુંક કરવા તથા નગરપાલિકાની વિવિધ 6 સમિતિઓના ચેરમેનો બદલી પાલિકાના અન્ય સભ્યોને નિમણૂંક કરવાની માગ સાથેનો એજન્ડા રજુ કરાયો હતો. જેમાં શરૂ થતાં ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે સામાન્ય સભા મુલતવી રાખવાની દરખાસ્ત કરતા તમામ સભ્યોએ સર્વાનુમતે ટેકો આપતા નગરપાલિકાની ખાસ સામાન્ય સભા મુલતવી રહી હતી.નગરપાલિકામાં એક જ જ્ઞાતિના સભ્યોને ચેરમેન પદ આપવા મુદ્દે ભારે વિરોધ જોવા મળ્યો હતો.

Intro:(સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)

પાટણ નગરપાલિકા ના ચક્રાવેચઢિ ગયેલ રાજકારણમાં નગરપાલિકા મા અગાઉ મુલત્વી રાખેલ ખાસ સામન્ય સભા કોંગ્રેસ ના આંતરિક વિખવાદ ને કારણે ફરી એકવાર સર્વાનુમતે મુલત્વી રાખવામાં આવતાં કેટલાંક સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો.Body:કોંગ્રેસ ના 24 સભ્યો દ્રારા પાટણ નગરપાલિકા ની ચાર શાખાઓ ના ચેરમેન બદલવા,યુનિવર્સીટી ના સભ્ય બદલવા અને વિવિધ ગ્રાન્ટની ફાળવણી ની સત્તા અન્ય સભ્ય ને સોંપવા બાબતે ખાસ સામાન્ય સભા બોલાવવાની દરખાસ્ત કરાઈ હતી.પણ નિયત સમય મા ખાસ સામાન્ય સભા નહીં બોલાવતા ચીફ ઓફિસરે કાયદાની જોગવાઇ મુજબ પ્રદેશિક કમિશનર અને જીલ્લા કલેક્ટર ને રિપોર્ટ રજુ કાર્યો હતો. જે અનુસંધાને જીલ્લા કલેક્ટર દ્રારા ખાસ સામાન્ય સભા બોલાવવા માટે એજન્ડા રજુ કાર્યો હતો.જે અનુસંધાને પાલિકા ના સભા ખંડ ખાતે ખાસ સામાન્ય સભા ફરીથી મળી હતી. જેમ યુનિવર્સીટી ના સેનેટ સભ્ય ની જગ્યાએ અન્ય સભ્ય નું નામ મુકવા, પાલિકાની વિવિધ ગ્રાન્ટ ની ફાળવણી ની સત્તા પ્રમુખ ની જગ્યાએ કોર્પોરેટર ને આપી નિમણુંક કરવા તથા નગર પાલિકાની વિબિધ છ સમિતિઓ ના ચેરમેનો બદલીપાલિકા ના અન્ય સભ્યો ને મુકવા ની માંગ સાથે નો એજન્ડા રજુ કરાયો હતો. સભા શરૂ થતા જ ઉપ પ્રમુખ લાલેશ ઠક્કરે સામાન્ય સભા મુલત્વી રાખવાની દરખાસ્ત કરતા તમામ સભ્યોએ સર્વાનુમતે સભા મુલત્વી રાખવાનો ટેકો આપતાં નગરપાલિકા ની ખાસ સામાન્ય સભા મુલત્વી રહી હતી.નગર પાલિકા મા એકજ કોમના સભ્યો ને ચેરમેનપદ આપવા સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો.

પાટણ નગર પાલિકા ઉપ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યું હતુ કે નગરપાલિકા મા ચેરમેન પદ માટે એકજ સમાજ નાસ સભ્યો ની પસંદગી કરવામાં આવતાં મે ધારાસભ્ય સમક્ષ વિરોધ નોંધાવતા ધારા સભ્યએ મને કોંગ્રેસ માથી સસ્પેન્ડ કરાવી દેવાંની ધમકી આપી ગેરવર્તન કરતા મારે પ્રદેશ પ્રમુખ ને રજુઆત કરવી પડી હતી અને પ્રદેશ પ્રમુખ ની સૂચનાથી આ સામાન્ય સભા મુલત્વી રાખવાની દરખાસ્ત કરિ હતી.

બાઈટ 1 લાલેશ ઠક્કર ઉપ પ્રમુખ પાટણ નગર પાલિકા

આ મામલે પાટણ કૉંગ્રેસ નાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતુ કે ભાજપ નાં ચેરમેનો ને ન હટાવવા માટે લાલેશ ઠક્કર નુ ભાજપ સાથે સેટિંગ હોઇ મારી પર ખોટા આક્ષેપો કર્યા છે નવા ચેરમેનો માટે એક પણ પાટીદાર નુ નામ નહોતું .પોતાનુ સેટિંગ છુપાવવા માટે મારી સામે આક્ષેપો કર્યા છે તેથી બે દીવસ મા લાલેશ ઠક્કર સામે પગલાં લેવાશે.
બાઈટ 2 ડો.કિરીટ પટેલ કોંગ્રેસ ધારાસભ્ય પાટણConclusion: કૉંગ્રેસ ના આંતરિક વિખવાદ ને કારણે પાટણ
કૉંગ્રેસ પાર્ટી મા આગામી સમય મા કોઈ મોટા ફેરફાર થાય તેવા એધાણ વર્તાઈ રહ્યાં છે.

પાટણ નગર પાલિકાની ખાસ સામાન્ય સભા મુલત્વી રાખવા મામલે નગર પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતુ કે સામાન્ય સભામાં 1/3 સભ્યો હાજર હતાં સર્વાનુમતે આ સભા મુલત્વી રહી છે ત્યારે પ્રમુખ ને મળેલી સત્તા મુજબ આગામી સમય મા ક્યારે બોર્ડ બોલાવવુ તેં નક્કી કરીશું.

બાઈટ 3 મહેન્દ્રભાઈ પટેલ નગર પાલિકા ઉપ પ્રમુખ પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.