- પાટણ સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત થયા
- 10 દિવસ પહેલા રસી લીધી હતી
- તબિયત લથડતા કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો
- સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ
- પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાથી બચવા સાંસદે અપીલ કરી
પાટણઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ પુન: વધી રહ્યું છે. રોજ-બરોજ હજારો કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવી રહ્યા છે, તો સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા વિનામૂલ્યે કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ૪૫ વર્ષથી ઉપરના લોકોને વિનામૂલ્યે કોરોનાની રસી આપવામાં આવી રહી છે, આ રસી લેવાથી કોરોનાથી સુરક્ષિતતા સાથે રસીની કોઈ આડઅસર ન હોવાનું પણ કોરોના વેક્સિન લેનારા લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા અપાતી કોરોના વેક્સિન લેનારા અનેક વ્યક્તિઓને રસી લીધા બાદ પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં સૌપ્રથમ કોરોનાની રસી મૂકાવનારા સરકારી હોસ્પિટલના RMO થયા કોરોના સંક્રમિત
સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સ્વસ્થ રહેવાની વિનંતી કરી
પાટણના જાગૃત સાંસદ ભરતસિંહ ડાભીએ પણ સરકારના કોરોના અભિયાનને સમર્થન આપ્યું હતું. સાંસદ ભરતસિંહ ડાભીએ અમદાવાદની ખ્યાતનામ એપોલો હોસ્પિટલમાં 10 દિવસ પહેલા કોરોનાની રસી લીધી હતી. જો કે રસી લીધા બાદ તેઓની તબિયત નાદુરસ્ત થઇ હતી અને તેઓએ કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. હાલમાં તેઓને સારવાર અર્થે યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે .પાટણના સાંસદે તેઓના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોનાથી સુરક્ષિત રહેવા અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરી છે.
આ પણ વાંચોઃ પ્રખ્યાત સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી થયા કોરોના સંક્રમિત