ETV Bharat / state

ધારપુર હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર માટે આગોતરું આયોજન

પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણ ઘટ્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા અને કોરોના ગ્રસ્તોને સરળતાથી સારવાર મળી રહે તે માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર પાણી પહેલાં પાળ બાંધવાની નીતિ ઉપર અમલ કરી રહ્યું છે અને જિલ્લાના મેડીકલ ઓફિસરો, ટેકનિશિયનો અને નર્સિંગ સ્ટાફને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે તેમજ હોસ્પિટલમાં બેડ વધારવા માટેની પણ ગતિવિધિઓ તેજ કરી છે.

ધારપુર હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર માટે આગોતરું આયોજન
ધારપુર હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર માટે આગોતરું આયોજન
author img

By

Published : Jun 2, 2021, 10:42 PM IST

  • કોરોનાની ત્રીજી લહેર માટે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું
  • ધારપુર હોસ્પિટલમાં નવા 300 બેડ વધારવા સરકારમાં દરખાસ્ત
  • હાલમાં ધારપુર હોસ્પિટલમાં 350 બેડ કાર્યરત

પાટણઃ જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રણ મહિના સુધી સંક્રમણ બાદ છેલ્લા એક સપ્તાહથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં ધારપુર હોસ્પિટલમાં 350 બેડની ક્ષમતા સામે કોરોના ગ્રસ્ત 98 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 38 દર્દીઓ બાયપેપ પર છે. જ્યારે હોસ્પિટલમાં 250 બેડ ખાલી છે. હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા સંભવિત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ધારપુર હોસ્પિટલમાં કુલ 600 બેડની ક્ષમતા થાય તે માટે સરકારમાં વધુ 300 બેડ વધારવા દરખાસ્ત મોકલી છે. તો ત્રીજી લહેરમાં બાળકો માટે પણ 100 બેડ રિઝર્વ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 40 બેડ icu સાથે તૈયાર કરાશે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેરમાં દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે ધારપુર હોસ્પિટલમાં જિલ્લાના મેડીકલ ઓફિસરો, નર્સિંગ સ્ટાફ તેમજ ટેકનિશિયનોને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ તબક્કાવાર રીતે બે મહિના સુધી આપવામાં આવશે.

ધારપુર હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર માટે આગોતરું આયોજન
ધારપુર હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર માટે આગોતરું આયોજન

બે મહિના સુધી તબક્કાવાર બેચ પ્રમાણે મેડીકલ સ્ટાફને તાલીમ અપાશે

ધારપુર હોસ્પિટલમાં હાલ હોસ્પિટલના 120 ડૉક્ટર, 300થી વધારે નર્સિંગ સ્ટાફ અને 40 જેટલા ટેકનિશિયનો તેમજ જિલ્લાના અન્ય શહેરો અને ગામોમાં આવેલા સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ ટેકનિશિયનોની અલગ-અલગ બેચ બનાવી તબક્કાવાર તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં જે જગ્યાએ ફરજ બજાવતા હોય ત્યાં કોરોના કેસ વધે તો કઈ રીતે કોવિડ હોસ્પિટલ ઉભી કરવી, કઈ કઈ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી, કયા સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો, ગંભીર કેસમાં દર્દીને ઓક્સિજન પર રાખવા તેમજ કોરોના દર્દી પાછળ વપરાયેલા બાયોમેડીકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવા જેવી બાબતોની તાલીમ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ પાટણ સેવાભાવી સંસ્થાઓએ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે દવાની બેઝિક કીટ અર્પણ કરી

તાલીમ દર્દીઓની સારવાર માટે ઉપયોગી બનશે

કોરોનાની સંભવીત ત્રીજી લહેર માટે ધારપુર હોસ્પિટલમાં સ્ટાફની સુસજ્જ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ તાલીમ મેળવનારા નર્સિંગ સ્ટાફના સિસ્ટર ઇન્ચાર્જ કલ્પના પરમારે જણાવ્યું હતું કે, અગાઉ મેં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કામ કર્યું છે પરંતુ ત્રીજી લહેરમાં વધુ સારી રીતે કામગીરી કરી શકીએ અને કોઈ ચૂક ન રહી જાય તે માટેની તાલીમ મેળવી છે. ફરજ દરમિયાન કઈ રીતે શ્રેષ્ઠ કામગીરી કરવી, વેન્ટિલેટર વોર્ડમાં કામગીરી સમયે કઈ તકેદારી રાખવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વખતે દર્દીઓને ભોગવવી પડેલી તકલીફોને ધ્યાનમાં લઇ જિલ્લાનું વહીવટી અને આરોગ્ય તંત્ર આગામી કોરોનાની સંભવીત ત્રીજી લહેરના પડકારોનો સામનો કરવા સજ્જ બન્યું છે. જેના ભાગરૂપે જિલ્લાના સરકારી તબીબો, નર્સિંગ સ્ટાફ અને ટેકનો ટેકનિશિયનોને તાલીમ અને માર્ગદર્શન આપવાની શરૂઆત કરવામાં આવી છે તો સાથે જ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા માટેની ગતિવિધિઓ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.