ETV Bharat / state

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 4 વિદેશી વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ - પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગમાં પીએચડી માટે પશ્ચિમ આફ્રિકાના ઘાનાના એક વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે, જે વિદ્યાર્થી સોમવારે યુનિવર્સિટી ખાતે આવી પહોંચતા યુનિવર્સિટીના કુલપતિ સહિત શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેને આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું.

એક વિદ્યાર્થી પશ્ચિમ આફ્રિકાના ઘાના ખાતેથી પાટણ યુનિવર્સિટી ખાતે આવ્યો

author img

By

Published : Sep 14, 2021, 6:47 PM IST

  • ભારત સરકારના ICCR પ્રોગ્રામ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને પાટણ યુનિવર્સિટીમાં અપાયો પ્રવેશ
  • પશ્ચિમ આફ્રિકાના ઘાનાનો વિદ્યાર્થી કોમ્પ્યુટર વિભાગમાં કરશે PHD
  • અફઘાનિસ્તાન, નેપાળ અને પશ્ચિમ આફ્રિકાના મળી કુલ 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
  • પશ્ચિમ આફ્રિકાના ઘાનાથી આવેલા વિદ્યાર્થીનું કુલપતિ દ્વારા કરાયું સન્માન
  • સરકારની આ પોલિસીથી વિદેશી સંસ્કૃતિની સાથે-સાથે શૈક્ષણિક આદાન-પ્રદાન વધશે: કુલપતિ વોરા

પાટણ: ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કલ્ચરલ દ્વારા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન (ICCR) દ્વારા UGCથી માન્ય ભારતની તમામ યુનિવર્સિટીઓમાં વિદેશથી આવતા વિદ્યાર્થીઓને તેમની રૂચી મુજબના અભ્યાસક્રમમાં પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાતની વિવિધ યુનિવર્સિટી પૈકી પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જે પૈકી સોમવારે એક વિદ્યાર્થી પશ્ચિમ આફ્રિકાના ઘાના ખાતેથી પાટણ યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યો હતો.

સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાન-પ્રદાન વધશે

આ વિદ્યાર્થીને યુનિવર્સિટીના કુલપતિ જે.જે. વોરા અને રજીસ્ટાર ડી. એમ પટેલ સહિત શૈક્ષણિક સ્ટાફે તેનું સ્વાગત કરી યુનિવર્સિટી અંગેની શૈક્ષણિક સુવિધાઓ વિશે માહિતી આપી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.જે. વોરાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ચાલતા ICCR દ્વારા દેશભરની યુનિવર્સિટીઓમાં આ પહેલ થઇ ચૂકી છે. જે અંતર્ગત પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પણ 4 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવશે. સરકારની આ પોલિસીથી વિવિધ દેશની સંસ્કૃતિની સાથે સાથે શૈક્ષણિક આદાન-પ્રદાન વધશે, જેનાથી ભારતના સંબધો મજબૂત બનશે.

કુલ 4 વિદેશી વિદ્યાર્થીઓએ મેળવ્યો છે પ્રવેશ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પણ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની આ પોલિસી મુજબ ગત મહિને સેન્ટર ફોર ઇન્ટરનેશનલ કો-ઑપરેશનની શરૂઆત કરી હોવાનું કો-ઓર્ડીનેટર નિશીથ ધારૈયાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ યોજના અંતર્ગત પાટણ યુનિવર્સિટી ખાતે વિવિધ દેશોના 4 વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જે પૈકી સોમવારે પ્રથમ વિદ્યાર્થી સુલે મોહમ્મદે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા કોમ્પ્યુટર વિભાગમાં PHD માટે પ્રવેશ મેળવ્યો છે અને તે આ વિભાગના ડૉ. ભાવેશ પટેલના માર્ગદર્શન હેઠળ રીસર્ચ કામ કરશે. આ ઉપરાંત નેપાળમાંથી સંજય યાદવે MBA અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો છે. તો અફઘાનિસ્તાન ખાતેથી નબીલ રહીમી અને સાહબ સરીફીએ પણ MCA અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો છે. આમ પાટણ યુનિવર્સિટીમાં કુલ 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

યુનિવર્સિટી ખાતે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉભી કરાશે

આ પ્રોગ્રામ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અભ્યાસ, તેમની રહેવાની હૉસ્ટેલ ફી તેમજ શૈક્ષણિક ખર્ચ ફેલોશિપ સ્વરૂપે ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય ICCR સ્કીમ મુજબ આપશે. આ માટે યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધા ધરાવતી હૉસ્ટેલ પણ બનાવાશે. યુનિવર્સિટીમાં શૈક્ષણિક વાતાવરણ પણ ઇન્ટરનેશનલ કક્ષાનું રહેશે.

વધુ વાંચો: પાટણ ઘી બજારની એક પેઢીમાંથી રૂ.3.16 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ

વધુ વાંચો: પાટણ જિલ્લાના કણી ગામના ગોડાઉનમાંથી ઝડપાયો નેધરલેન્ડથી પરત આવેલા બિન ઉપયોગી ધાણા બીજનો જથ્થો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.