ETV Bharat / state

સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે બેરોજગારોની થાય છે મશ્કરી, યુવરાજસિંહના પ્રહાર

author img

By

Published : Sep 3, 2022, 8:55 PM IST

Updated : Sep 5, 2022, 8:41 AM IST

પાટણમાં AAPની રોજગાર ગેરંટી યાત્રાનો પ્રવેશ થતા બેરોજગાર યુવાનોએ સ્વાગત કર્યું હતું. જ્યાં યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે, રાજેન્દ્ર ત્રિવેદીએ જમીનોના લે વેચમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે પ્રધાનપદ છીનવી લેવામાં આવ્યું છે. AAP party rojgar Guarantee yatra in Patan

સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે બેરોજગારોની થાય છે મશ્કરી, યુવરાજસિંહના પ્રહાર
સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે બેરોજગારોની થાય છે મશ્કરી, યુવરાજસિંહના પ્રહાર

પાટણ સમગ્ર ગુજરાતમાં ફરી રહેલી AAP પાર્ટીની રોજગાર ગેરંટી યાત્રા પાટણમાં આવી (rojgar Guarantee yatra) પહોંચી હતી. ત્યારે પાટણમાં યુવરાજસિંહ જાડેજાનું AAPના કાર્યકરો અને શિક્ષિત બેરોજગાર યુવાનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ યાત્રા વિલાજ પાર્ટી પ્લોટમાં સભાના રૂપમાં ફેરવાઈ હતી. જ્યાં ઉપસ્થિત કેટલા યુવાનો, મહિલાઓ તેમજ પાટણ ઠક્કર સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ વિધિવત રીતે AAP પાર્ટીમાં જોડાઈ ખેસ ધારણ કર્યો હતો.

ભાજપ સરકાર ઉપર પ્રહારો રોજગાર ગેરંટી યાત્રામાં (Yuvraj Singh Gohil attacked BJP in Patan) યુવરાજસિંહ ગોહિલે ભાજપ સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સરકારમાં પીડીતો પોતાનો અવાજ રજૂ કરી શકતા નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે શિક્ષિત બેરોજગારોની મશ્કરી કરવામાં આવી રહી છે. પરીક્ષા લેવાય છે અને પેપરો ફૂટે છે. આ સિલસિલો છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે. પેપર ફોડનારના આધાર સાથેના પુરાવા સરકારમાં રજૂ કરવામાં આવે છે છતાં પગલા ભરાતા નથી.

આ પણ વાંચો કેજરીવાલે ફરી વધારી ભાજપની ચિંતા, દ્વારકાધીશના દર્શન કરી ફૂંકી નાખ્યું ચૂંટણીનું બ્યૂગલ

10થી 12 લાખમાં પેપર વેચાય વધુમાં જણાવ્યુ હતું કે, અત્યાર સુધી 12 પેપરો ફૂટ્યા તેમાં સંડોવાયેલા તમામ ભાજપ સરકારના મળતીયા છે. દરેક વખત 10થી 12 લાખમાં પેપર વેચાય છે. રાજ્યમાં આપની સરકાર આવશે તો શિક્ષિત બેરોજગારોને 3,000 બેરોજગારી ભથ્થું આપશે, દસ લાખને રોજગારી આપશે. પેપરો ફોડનાર અને લેનારને 10 વર્ષની સજા કરાશે. યુવાનોને મોટા પ્રમાણમાં રાજકારણમાં જોડાઈ નીતિવિષયક નિર્ણયો થકી બદલાવ લાવવા હાકલ કરી હતી.

પાટણમાં AAPની રોજગાર ગેરંટી યાત્રામાં ભાજપ કોંગ્રેસ પર પ્રહાર

વડાપ્રધાન ભ્રષ્ટાચાર કરાવવા માટેના એજન્ટ છે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સામાજિક આગેવાન લાલેશ ઠક્કરે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, હાલમાં દેશ અને ગુજરાતની સ્થિતિ વિકટ બની છે. મોંઘવારી દિવસે વધી રહી છે ગેસના બાટલા, દૂધ, CNG ગેસ, સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ રોજેરોજ વધે છે. અગાઉના સમયમાં પ્રજા પાસેથી કર ઉઘરાવવામાં આવતો હતો જ્યારે ભાજપ સરકાર ભાવ વધારો કરી ઉઘરાણું કરે છે. ભાજપ કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે.

આ પણ વાંચો કેજરીવાલનું એલાન, 300 યુનિટ વીજળી ફ્રી અને જૂના વીજબિલ માફ

ભ્રષ્ટાચારના આક્ષેપ વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા અસરકારક વિરોધ કરવામાં આવતો નથી. તેમ જણાવી ઉમેરી હતું કે, ભાજપના ભ્રષ્ટાચારમાં કોંગ્રેસની પણ ભાગ બટાવી છે. સરકારના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જમીનોના લે વેચમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે અધિકારીઓની સાથે બેઠક કરી પગલા ભરવાની સૂચના આપતા જ આ પ્રમાણિત પ્રધાનનું પ્રધાનપદ છીનવી લેવામાં આવ્યું હતું. નંબર એક સરકાર અને ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરનાર દેશના 56 ઇંચની છાતી વાળા વડાપ્રધાન (AAP in assembly elections) ભ્રષ્ટાચાર કરાવવા માટેના એજન્ટ છે તેવો આક્ષેપ કર્યો હતો. AAP party rojgar garenti yatra in Patan

Last Updated : Sep 5, 2022, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.