પાટણ: સિધ્ધપુર હાઈવે ઉપર કમલીવાડા નજીકના દિયોદરડા ગામની સીમમાં મણીલાલ પટેલની માલિકીના કૃણાલ ટોબેકો કંપનીના ગોડાઉનને ભાડે રાખી આ જગ્યામાં હલકી ગુણવત્તાની વરીયાળી બજારમાંથી લઈ તેનો સારો ભાવ મેળવવા સારું મશીન દ્વારા કથ્થાઈ રંગના પ્રવાહી તથા સફેદ પાવડરમાં ભેળસેળ કરી હલકી ગુણવત્તાની વરિયાળી બનાવીને તેને પૉલિસ કરી આકર્ષક પેકિંગમાં બજારમાં વેચવામાં આવતી હતી.
આ કૌભાંડ ઊંઝાના કૃષ્ણ પરુના રહેવાસી વિરેન્દ્રકુમાર પરસોત્તમભાઈ પટેલ ચલાવી રહ્યા હોવાની સચોટ બાતમી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાને મળી હતી. તેમણે આ સ્થળ ઉપર હારીજ પોલીસ સ્ટેશનના પી.આઇ એ,બી, ભટ્ટ અને સ્ટાફના માણસોને ચેકીંગ માટે મોકલ્યા હતાં. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી રેડ કરી ઘટનાસ્થળેથી તદ્દન હલકી કક્ષાની વરિયાળી, જીરું, સુવા સહિત કથ્થઈ કલરનું પ્રવાહી, સફેદ પાવડર, મશીન, વજનકાંટો,કોથળા, પ્લાસ્ટિકની થેલીઓ સહિતનો ભેળસેળમાં ઉપયોગમાં લેવાતો સામાન મળી આવ્યો હતો. જેની અંદાજીત કિંમત રૂપિયા 28,68,540 લાખ થાય છે. જ્યારે આ ઉત્પાદિત માલ બજારમાં પરિવહન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી 30 લાખની ટ્રક મલી કુલ 58,68,540નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-ascamofsellingadulteratedfakecuminwascaught-vb-vo-ptoc-7204891_05072020164613_0507f_01874_726.jpg)