ETV Bharat / state

પાટણની આર્ટસ કોલેજમાં કોરોના રસીની માહિતી માટે એક દિવસીય કાર્યશાળા યોજાઈ

પાટણની પી કે કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે યુનિસેફ અને એલેક્ઝાન્ડર ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અને રોટરી ક્લબ પાટણ સીટીના સહયોગથી કોરોના વેક્સિનની માહિતી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ
પાટણ
author img

By

Published : Mar 14, 2021, 4:38 PM IST

  • આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓને કોરોના રસી અંગે અપાઈ માહિતી
  • યુનિસેફ અને એલેક્ઝાન્ડર ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો વર્કશોપ
  • કોરોના રસી અંગે લોક જાગૃતિ ફેલાવવા અધિકારીઓએ કર્યો અનુરોધ

પાટણ: પી કે કોટાવાલા આર્ટસ કોલેજ કેમ્પસ ખાતે આયોજિત કરવામાં આવેલી એક દિવસીય કાર્યશાળામાં પાટણ હેલ્થ વિભાગના ડૉ.જીનિયસ રાજવી દ્વારા કોરોના બીમારીના શરૂઆતના લક્ષણો, સાવચેતીના પગલાં, માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ, શા માટે જરૂરી છે તે અંગે પ્રોજેક્ટર દ્વારા વિગતવાર માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. કોરોના રસીને લઇ ફેલાઈ રહેલી માન્યતાઓને દૂર કરવા યુવાઓને અપીલ કરવાની સાથે કોરોના વેક્સિન સુરક્ષિત હોવાનું જણાવી સમાજમાં આ રસી અંગે જાગૃતિ કેળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પાટણ આર્ટસ કોલેજ

આ પણ વાંચો: આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કોલેજમાં યોજાઇ ત્રિ-દિવસીય કાર્યશાળા

યુનિસેફના અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ રહ્યા હાજર

આ કાર્યક્રમમાં યુનિસેફના અધિકારી ડો.કુમાર, ધારપુર કોલેજ હોસ્પિટલના ડીન યોગેશાનંદ ગોસ્વામી, પ્રોફેસર આસુતોષ પાઠક, આર્ટ્સ કોલેજના આચાર્ય લલીતભાઈ પટેલ સહિત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: સી યુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.