ETV Bharat / state

પાટણ રબારી સમાજ દ્વારા સામાજિક રિવાજો સુધારવા એક નવું કદમ - રબારી સમાજ દ્વારા સામાજિક રિવાજો

પાટણમાં રબારી સમાજમાં(Patan Rabari Community) સમયની સાથે ચાલવા સામાજિક રીતી રિવાજોમાં(Social Customs by Rabari Community) જે કુ રિવાજો અને ખોટા ખર્ચાઓ દૂર કરવા માટે સામાજિક રીતિ રિવાજો સુધારાના પરિષદ યોજાઈ હતી. જે બેઠકમાં સમાજમાંથી કુરિવાજોને નાબૂદ કરવા સંતો, મહંતો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ પણ હતી.

પાટણ રબારી સમાજ દ્વારા સામાજિક રિવાજો સુધારવા એક નવું કદમ

author img

By

Published : Aug 1, 2022, 4:31 PM IST

પાટણ: રબારી સમાજમાં થતા સામાજિક રીતી રિવાજ અને ખોટા ખર્ચાઓ દૂર કરવા માટે પાટણની ગોપાલક શિક્ષણ સંકુલમાં(Patan Gopalak Education Complex) રબારી સમાજ સામાજિક રીતી રિવાજ સુધારણા પરિષદમાં સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં સમાજમાંથી કુરિવાજો નાબૂદ કરવા બંધારણની રચના કરવામાં આવી હતી. જે બંધારણને સર્વાનુમતે મંજુર કરાયું હતું.

ક્ષાબંધનના પવિત્ર દિવસથી સમાજમાં નવા બંધારણનો થશે અમલ

આ પણ વાંચો: Chhota Udepur: આદિવાસી સમાજમાં અનોખો રિવાજ, જાણો શું છે ગામ સાંઈ ઇન્દ ?

બંધારણનો અમલ રક્ષાબંધનના પવિત્ર દિવસથી કરવામાં આવશે - રબારી સમાજે સમય સાથે કદમ મિલાવીને સામાજિક રીત-રિવાજોમાં ફેરફાર અપનાવવાની દિશામાં કદમ માંડ્યા છે. જે અનુસંધાને પાટણમાં સામાજિક રીતી રિવાજ સુધારણા પરિષદ(Social Customs Reform Council) તરભ વાળીનાથ ધામના જયરામગીરી બાપુ, મહંત પ્રભાત કાકા, પીરાણા ધામના બળદેવજી બાપુ, રામ અખાડા ચવેલીના શંકરનાથજી બાપુ અને સંતરામ કાકાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં લગ્ન પ્રસંગ, સગાઈ શ્રીમંત પ્રસંગ, પુનઃલગ્ન, માતાજીની રમેલ સહિતના સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં કરવામાં આવતા ખોટા ખર્ચને બંધ કરીને સમાજે નક્કી નવા બંધારણ મુજબ ખર્ચા કરવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બંધારણનો અમલ રક્ષાબંધનના પવિત્ર દિવસથી કરવામાં આવશે.

જન્મ મરણ લગ્ન પ્રસંગ જીયારા રાવણા સહિતના રિવાજોમ ખોટા ખર્ચા પર લગાવવામાં આવી પાબંધી

આ પણ વાંચો: રબારી અને ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાજીના જયઘોષ સાથે મચ્છુ માતાજીની રથયાત્રાનું થયું પ્રસ્થાન

પાટણમાંથી નક્કી થયેલું બંધારણ સમગ્ર ગુજરાતમાં અમલ થશે - અહીંથી નક્કી કરાયેલું ગુજરાતના 14 પરગણાઓ અમલ કરે છે. સામાજિક આગેવાન અને રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે, પાટણમાંથી એક સારી શરૂઆત થઈ છે. રબારી સમાજમાં જે જુના રીતી રિવાજોમાં કુરિવાજો હતા. તેને દૂર કરી નવું બંધારણ નક્કી કર્યું છે. તેનાથી સમાજને મોટો ફાયદો થશે અને યુવા પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. પાટણ એ રબારી સમાજની રાજધાની છે. પાટણમાંથી જે નક્કી થાય છે તે ગુજરાતના 14 પરગણાએ અમલમાં મૂકવું પડે છે. સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટેનું બંધારણ પાટણમાંથી નક્કી થયું છે. તેનું સમગ્ર ગુજરાતમાં અમલ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.