ETV Bharat / state

પાટણમાં મદદનીશ કલેક્ટરની વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ - ગ્રાહક

શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા મદદનીશ કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા શહેરના વિવિધ વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને કોરોના સંક્રમણને ધ્યાને લઇ ગ્રાહક અને દુકાનદારની સલામતી માટે વિવિધ સૂચનો કરી દુકાનો આગળ પારદર્શક પ્લાસ્ટિક લગાવી વેપાર ધંધો કરવાની સૂચના આપી હતી.

મદદનીશ કલેક્ટરની વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

author img

By

Published : Aug 8, 2020, 1:50 AM IST

પાટણ: શહેરના વિવિધ વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે કલેક્ટરની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મદદનીશ કલેકટર સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા હવે કોઈ લોકડાઉન આપવામાં નહી આવે. કોરોનાની મહામારી સામે આપણે જાગૃત બની સાવચેતીપૂર્વક લડવાનું અને બચવાનું છે. બજારોની સાથે વેપાર ધંધા ધમધમતા બન્યા છે, ત્યારે વેપારીઓ અને ગ્રાહકો સંક્રમણનો ભોગ ન બને તે માટેની સાવચેતી માટે દરેક વેપારીઓ પોતાની દુકાનની આગળના ભાગે પારદર્શક પ્લાસ્ટિકના પડદા લગાવે તે જરૂરી છે. આ પ્લાસ્ટિકના કારણે વેપારી અને ગ્રાહકો વચ્ચે અંતર પણ જળવાઈ રહેશે અને સહેલાઇથી ધંધો પણ કરી શકાશે.

મદદનીશ કલેક્ટરની વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ
વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ મદદનીશ કલેકટર દ્વારા કરવામાં આવેલા આ સૂચનને સ્વૈછીક સંમતિ આપી આગામી દિવસોમાં જ તેનું સુચારૂ અમલ કરવા માટેની ખાતરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.