● ધારાસભ્યો સહિતના જન પ્રતિનિધિઓના પ્રશ્નોના નિયત સમયમર્યાદામાં પ્રત્યુત્તર પાઠવવા કલેકટરે કરી તાકીદ
● કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેર આવવાની શક્યતાને ટાળવા રસીકરણ આવશ્યક
● 21 જૂનથી 18થી 44 વય જૂથના નાગરિકો માટે વોક ઈન રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે
પાટણ: સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ તથા સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે કલેક્ટરે તમામ અધિકારીઓને સૂચનાઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં ચર્ચા માટે મુકવામાં આવેલા લોક પ્રતિનિધિઓના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી. સંકલન અને ફરિયાદ સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ અધિકારીઓને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, ધારાસભ્યો સહિતના જન પ્રતિનિધિઓના પ્રશ્નોના નિયત સમયમર્યાદામાં પ્રત્યુત્તર આપવા તાકીદ કરી હતી.
આ પણ વાંચો: આહવા ખાતે સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ
રસીકરણ અભિયાનમાં ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓને સહકાર આપવા તંત્રએ કરી અપીલ
જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેર આવવાની શક્યતાને ટાળવા રસીકરણ આવશ્યક છે. આગામી 21 જૂનથી 18 વર્ષથી 44 વર્ષની વયજૂથ ધરાવતા નાગરિકો માટે વૉક-ઈન રસીકરણ શરૂ કરવામાં આવશે. ત્યારે ધારાસભ્યો સહિતના જનપ્રતિનિધિઓને રસીકરણ અભિયાનમાં સહકાર આપવા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે અનુરોધ કર્યો હતો.