ETV Bharat / state

પાટણમાં દશામાની મૂર્તિઓ ખરીદવા ભારે ભીડ ઉમટી

દશા સુધારનાર દશામાના વ્રતને રવિવારથી શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે પાટણમાં દશામાની મૂર્તિ તેમજ પૂજાપા સહિતની ખરીદી માટે બજારોમાં મહિલાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

પાટણમાં દશામાની મૂર્તિઓ ખરીદવા ભારે ભીડ ઉમટી
પાટણમાં દશામાની મૂર્તિઓ ખરીદવા ભારે ભીડ ઉમટી
author img

By

Published : Aug 7, 2021, 10:53 PM IST

  • દશામાના વ્રત પૂર્વે મૂર્તિઓની ખરીદીમાં ઘસારો
  • શહેરની બજારોમાં મૂર્તિઓ ખરીદવા મહિલાઓની ભીડ ઉમટી
  • લારીઓ અને દુકાનોમાં મહિલાઓની ભીડ જોવા મળી

પાટણ : શહેર સહિત જિલ્લામાં દશામાનાં 10 દિવસીય વ્રતનો ભક્તિ અને શ્રદ્ધાનાં અવિરત પ્રવાહ વચ્ચે અષાઢ વદ અમાસને રવિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. મહિલાઓ સહિત કેટલાક પુરુષો પણ દશામાનું વ્રત કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરે છે, ત્યારે વ્રત પૂર્વે પાટણની બજારોમાં દશામાની મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી હતી અને બજારોમાં વિવિધ લારીઓને દુકાનો ઉપર ખરીદતી નજરે પડી હતી.

પાટણમાં દશામાની મૂર્તિઓ ખરીદવા ભારે ભીડ ઉમટી

માટીની મૂર્તિઓની માંગ વધી

દર વર્ષ કરતા ચાલુ વર્ષે માટીમાંથી બનાવેલી મુર્તીઓની માંગ વધુ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ માટીની મૂર્તિઓની ખરીદી કરી હતા, ત્યારે, કેટલાક શ્રદ્ધાળુઓએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓની પણ ખરીદી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.