- પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી
- વિપક્ષે આક્ષેપ કરી વોક આઉટ કરતાં સભામાં સન્નાટો છવાયો
- સભામાં ચાર કરોડ 14 લાખના વિકાસલક્ષી કામો કરાયા મંજૂર
પાટણઃ જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ (Golden Hall)ખાતે સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબહેન મકવાણાના (Bhanumatibahen Makwana) અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિકાસનાં કામો સહિત ગત સામાન્ય સભાના કામોની બહાલી અને પાટણ જિલ્લામાં 10 જેટલી ગ્રામ પંચાયતોનું વિભાજન(Division of Gram Panchayats) કરી નવી ગ્રામ પંચાયત બનાવવી તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
4 કરોડ 14 લાખ 70 હજાર ના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા
સામાન્ય સભામાં ગ્રાન્ટના મુદ્દે વિપક્ષોએ વિકાસનાં કામોની ગ્રાન્ટ બાબતે ઉગ્ર રજૂઆત કરી સભા છોડતા સભામાં સન્નાટો જોવા મળ્યો હતો. આખરે શાસક પક્ષ તેમજ અધિકારીઓની સજાવટથી સભાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેમાં કોમ્યુનિટી હોલ, પંચાયત હસ્તકના મકાનોના અપગ્રેડેશનના કામો, સીસીટીવી કેમેરા, એલઇડી લાઇટ સહિત કુલ 4 કરોડ 14 લાખ 70 હજાર ના વિકાસ કામોના આયોજન અંગે ચર્ચાઓ કરી મંજુર કરવામાં આવ્યા હતા.જિલ્લા પંચાયત પ્રમુખ અને અધિકારીઓએ વધારાના કામો અંગે સાથે બેસી ચર્ચા કરવાની બાંહેધરી આપતા સભા શરૂ કરાઈ હતી.
ચર્ચા કરવાની બાહેધરી આપતા કામગીરી શરૂ કરરવામાં આવી
જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અશ્વિન પટેલે જણાવ્યું હતું કે 15માં નાણાપંચના 32 સભ્યો જે કામો સૂચવ્યા હતાં તેમાં છ કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આજની સામાન્ય સભામાં આઠ કરોડના કામો સુચવાતા વિપક્ષના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર આ કામો મુકવામાં આવતા સભ્યોએ સભાનો વોક આઉટ કર્યો હતો પરંતુ જિલ્લા પંચાયત પ્રમુખ અને અધિકારીઓ દ્વારા વધારાના કામ અંગે જે કઈ પણ હશે તે સાથે બેસીને ચર્ચા કરીશું તેવી બાંહેધરી આપતા અમે સભામાં બેસી સભા ની કામગીરી શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ "આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સહકારીતા સૌથી મોટો રસ્તો" : અમિત શાહ
આ પણ વાંચોઃ રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય : ગુજરાત થઈને જતી વધુ 5 ફેસ્ટિવલ ટ્રેન શરૂ કરાઈ