- પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 7 ફોર્મ પરત ખેંચાયા
- 9 તાલુકા પંચાયતમાં કુલ 32 ફોર્મ પરત ખેંચાયા
- પાટણ જિલ્લાના 407 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ
- તાલુકા પંચાયતની 4 બેઠકો બિનહરીફ જાહેર થઇ
પાટણ : જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે માન્ય રહેલા 85 ઉમેદવારો પૈકી મંગળવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 7 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા કુલ 78 ઉમેદવારો વચ્ચે જંગ જામશે, જયારે 9 તાલુકા પંચાયત પૈકી પાટણ તાલુકા પંચાયતના માન્ય 48 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 46, સરસ્વતી તાલુકા પંચાયતમાં 3 ફોર્મ પરત ખેંચાતા 53, સિદ્ધપુર તાલુકા પંચાયતમાં 4 ફોર્મ પરત ખેંચાતા 66, ચાણસ્મા તાલુકા પંચાયતમાં 6 ફોર્મ પરત ખેંચાતા 36, સમી તાલુકા પંચાયતમાં 9 ફોર્મ પરત ખેંચાતા 54, શંખેશ્વર તાલુકા પંચાયતમાં 3 ફોર્મ પરત ખેંચતા 33, રાધનપુર તાલુકા પંચાયતમાં 1 ફોર્મ પરત ખેંચાતા 43, સાંતલપુર તાલુકા પંચાયતમાં 4 ફોર્મ પરત ખેંચાતા 40 અને હારીજ તાલુકા પંચાયતમાં 36 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણીમાં 15 ઉમેદવારીપત્ર પરત ખેંચાયા, 26 ઉમેવારો વચ્ચે ચૂંટણી જંગ
આ ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકામાં 141 ઉમેદવારો પૈકી 15 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 126 વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ સાથે હારીજ નગરપાલિકાના એક વૉર્ડની એક બેઠક માટે ભરાયેલા 3 ફોર્મમાંથી 1 પરત ખેંચાતા બે ઉમેદવારો વચ્ચે ટક્કર થશે.