ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 2388 - Corona virus

પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં ગુરુવારે એક સાથે કોરોનાના 23 પીઝિટિવ કેસ નોંધાયા છે, જેથી જિલ્લાનો કુલ આંક 2388 પર પહોંચ્યો છે. પાટણ શહેરમાં નવા 7 કેસ સામે આવ્યા છે, શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 756 થઈ છે.

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા

author img

By

Published : Oct 15, 2020, 10:56 PM IST

પાટણઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 23 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2388 થઈ છે. જ્યારે શહેરમાં નવા 7 કેસ નોંધાતા કુલ કેસનો આંક 756 પર પહોંચ્યો છે.

જિલ્લામાં ગુરુવારે 23 કેસ નોંધાયા છે, જેમા સુજનિપુર સબ જેલમાં બે કેસ નોંધાયા છે. શહેરના સાલવિવાડામા 2, લક્ષ્મીનગર સોસાયટી, યશ વિહાર સોસાયટી, કસ્તુરી નગર સોસાયટી, મદારસા વિસ્તારમાં પંચોલી પાડા પાસે અને હાંસાપુરમાં એક કેસ નોંધાયો છે.

પાટણ તાલુકાના સંડેર અને સંબોસણમા એક-એક કેસ નોંધાયા છે. ચાણસ્મા શહેરમાં કોટવાડિયા પરામા એક અને તાલુકાના પીમ્પળ ગામમાં 2, ગંગેટમાં 3 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સિદ્ધપુર શહેરના કોઠારીવાસમાં એક અને તાલુકાના ચંદ્રાવતી અને ગાંગલાસણમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે.

શંખેશ્વર તાલુકાના કુવારદમા બે અને સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં એક કેસ નોંધાયો છે. હાલમાં શંકાસ્પદ 84 દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે. જ્યારે 42 દર્દીઓ ધારપુર સિવિલ હિસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2123 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 66 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.