- હારિજમાં કિશોરી સાથેના અઘટિત વર્તનના ઘેરા પ્રત્યાઘાતો પડયા
- સમાજના લોકોએ બાળ લગ્ન કરાવ્યા
- 35 સામે ફરિયાદ નોંધી 23ની અટકાયત કરી
હારીજ: વાદી વસાહતમાં કિશોરી સાથે અઘટિત વર્તન કર્યાનો વિડીયો વાયરલ થતાં ભારે ખળભળાટ સાથે તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેકટર સહિત પોલીસ અને વહીવટી તંત્ર મોડી રાત્રે હારીજની વાદી વસાહતમાં દોડી ગયા હતા. પોલીસે અત્યાચારનો ભોગ બનેલ કિશોરી તથા આ શરમજનક ઘટનાને અંજામ આપનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાલનપુર ખાતે એક કાર્યક્રમમાં આવેલા મહિલા અને બાળ કલ્યાણ (Child marriage) પ્રધાન મનિષાબેન વકીલને હારીજની કિશોરી ઉપર થયેલા અત્યાચાર અંગેની જાણ થતાં પીડિતાને મળવા સીધા પાટણની ધારપુર હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ પીડિતા સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી તેને સાંત્વના આપી હતી.
ડાકોર ખાતે લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો
ઘટસ્ફોટ થયો હતો કે કિશોરીને તેનો પ્રેમી દિવાળી સમય ભગાડી ગયો હતો અને ડાકોર ખાતે લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બંને ડાકોર હોવાની જાણ થતાં સમાજના શખ્સોએ બંનેને પકડી પરત હારીજ વાદી વસાહતમાં લાવ્યા હતા. સમાજના આગેવાનોએ કડકમાં કડક સજા આપવાનો નિર્ણય કરી બંનેના સરઘસ કાઢી કિશોરીના સગાઈ કરેલા યુવક સાથે બાળ લગ્ન કરાવ્યા હતા.
હારીજ પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદો નોંધાઇ
આ સમગ્ર હકીકતથી ચોંકી ઉઠેલા પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ કિશોરીની પૂછપરછ કરી તેનું નિવેદન લઇ બે અલગ અલગ પોલીસ ફરિયાદો નોંધી હતી. જેમાં કિશોરી ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવાના 35 આરોપી સામે ગુનો નોંધી 23ની અટકાયત કરી હતી જ્યારે અન્યોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પકડેલા 23 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના જામીન નામંજૂર કરી સબ જેલમાં ધકેલવામાં (23 accused jailed for torturing teenager in Harij ) આવ્યા છે.
કોર્ટના હુકમ બાદ કિશોરીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવશે: PI વસાવા
પોસ્કો અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા સહિત વિવિધ કલમો હેઠળ બે અલગ અલગ ફરિયાદો નોંધી હારીજ પીઆઈ એસ.આર.ચૌધરી અને ચાણસ્મા પીઆઇ વસાવાએ તપાસનો દોર શરૂ કર્યો છે. પોક્સોની ક્રોસ તપાસ ચાણસ્મા પીઆઇ વસાવાને સોંપવામાં આવી છે. આ બાબતે ચાણસ્મા પી.આઈ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કિશોરીને પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે મેડીકલ પરિક્ષણ બાદ વન સ્ટોપ સખી સેન્ટર ખાતે મુકવામાં આવી છે અને કોર્ટના હુકમ બાદ પાલનપુર અથવા મહેસાણા ખાતેના નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવશે.
આ પણ વાંચો: પાટણના હારીજમાં યુવતીને તાલિબાની સજા મામલે પોલીસે કરી 17ની અટકાયત
આ પણ વાંચો: પાંટણના હારિજમાં લૂંટારુંઓનો આતંક, 5 બુકાનીધારીઓએ આંગડિયા પેઢીમાંથી 7 લાખ રૂપિયાની લૂંટ કરી