- પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો
- પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ દાવેદારોના સેન્સ લીધા
- નગરપાલિકાના 11 વોર્ડ માટે 211 એ નોંધાવી દાવેદારી
પાટણઃ નગરપાલિકાના વૉર્ડ નંબર 1 થી 11માં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદાર ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા મુકવામાં આવેલા નિરીક્ષકો ડો. દેવજી પટેલ, રમેશ સિંધવ જિલ્લા મહામંત્રી અને પ્રજ્ઞાબેન ઠાકર જિલ્લા ઉપપ્રમુખે વૉર્ડ દીઠ દરેક ઉમેદવારોને સાંભળ્યા હતા. ભાજપમાંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તેમ સવારથી જ શરૂ થયેલી સેન્સ લેવાની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. નિરીક્ષકો સેન્સ લીધા બાદ ઉમેદવારોની પેનલ બનાવી પ્રદેશ સમિતિમાં મોકલશે ત્યારબાદ આગામી દિવસોમાં જીતી શકે તેવા ઉમેદવારના નામની જાહેરાત કરાશે.
વૉર્ડ નંબર 7 માં સૌથી વધુ 31 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
સવારથી શરૂ થયેલી સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન વૉર્ડ નંબર 1 માં 10, વૉર્ડ નંબર 2 માં 18, વૉર્ડ નંબર 3 મા 26, વૉર્ડ નંબર 4 માં 12, વૉર્ડ નંબર 5 મા 15, વૉર્ડ નંબર 6 મા 20, વૉર્ડ નંબર 7 મા 31, વૉર્ડ નંબર 8 મા 22, વૉર્ડ નં. 9મા 19, વૉર્ડ નં.10 મા 14 અને વૉર્ડ નં.11મા 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.