ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 210 કેસ નોંધાયા - Corona Virus News

પાટણ જિલ્લામાં મંગળવારે ત્રણ આંકડામાં કોરોનાના કેસ નોંધાતા પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 210 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર પાટણ શહેર કોરોનાના ભરડામાં સપડાઇ ગયુ હોય તેમ શહેરમાં નવા 61 કેસ નોંધાતા શહેરીજનોમાં પણ એક જાતનો ભયનો માહોલ ફેલાયો છે. જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 7765 પર પહોંચ્યો છે. જ્યારે શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2338 થઈ છે.

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 210 કેસ નોંધાયા

author img

By

Published : Apr 27, 2021, 10:59 PM IST

  • પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો
  • જિલ્લામાં કોરોનાના નવા 210 કેસ નોંધાયા
  • જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 7765 થયો

પાટણઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 20 દિવસથી જિલ્લામાં દરરોજ 100થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે મંગળવારે જિલ્લામાં કોરોનાના નવા 210 કેસ નોંધાયા હતા. જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 210 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં કોરોનાના નવા 210 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ પાટણ જિલ્લા કોરોના અપડેટ: નવા 181 કેસ નોંધાયા

પાટણ શહેરમાં સૌથી વધુ કેસ સામે આવ્યાં

પાટણ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી કોરોનાના નવા 61 કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. પાટણ શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 46, ચાણસ્મા શહેરમાં 1 અને તાલુકામાં 9, રાધનપુર શહેરમાં 9 અને તાલુકામાં 8, સિદ્ધપુર શહેરમાં 9 અને તાલુકામાં 21, હારીજ શહેરમાં 2 અને તાલુકામાં 9, સાંતલપુર નગરમાં 3 અને તાલુકામાં 17, સરસ્વતી તાલુકામા 11, સમી શહેરમાં 2 અને તાલુકામાં 2 કેસ, શંખેશ્વર નગરમાં 1 અને તાલુકાના ટુવડમાં એક કેસ નોંધાયો છે.

આ પણ વાંચોઃ પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં નવા 200 બેડ તૈયાર, પરંતુ ઓક્સિજન જ ન હોવાથી શોભાના ગાંઠિયા સમાન

આરોગ્ય તંત્રએ ટેસ્ટિંગ વધારવાની જરૂરિયાત

પાટણ જિલ્લામાં નોંધાયેલા નવા 210 કોરોના પોઝિટિવ કેસમાં સૌથી વધુ પાટણ શહેરમાં અને તાલુકામાં પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લા આરોગ્ય તંત્રએ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવાની તાતી જરૂરિયાત છે. જો ગામડાઓમાં કોરોનાના કેસમાં વધારો થશે તો તેને કાબૂ કરવો મુશ્કેલ બનશે. ધારપુર મેડિકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓને સારવાર અપાઈ રહી છે. કેટલાક પાટણના કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદમાં પણ સારવાર લઈ રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.