- પાટણના રાધનપુર તાલુકામાં સિનાડ ગામમાં કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં બાઈક પર જતા વારાહીના બંને યુવકના મોત
- કારચાલક યુવકના બાઈકને ટક્કર મારી થયો ફરાર
પાટણઃ જિલ્લાના સાતલપુર તાલુકામથક વારાહી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં ગૌ સેવાની કામગીરી કરતા બે યુવકો બાઈક પર બુધવારે બપોરના સમયે વારાહીથી થરા જઈ રહ્યા હતા. તે વખતે બંને યુવકને રાધનપુર પાસે અકસ્માત નડ્યો હતો. સિનાડ ગામ નજીક મારુતિ બિઝ્રા એસયુવી કારના ચાલકે આ બાઈકને ટક્કર મારતા બંને યુવકો હવામાં ફંગોળાઈ દૂર પટકાયા હતા. તેમાંથી એક યુવકનું તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવકને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો- ખેડાના કપડવંજ પાસે કાર અને ટ્રક એકસાથે ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત, 4ના ઘટનાસ્થળે મોત, એક ઈજાગ્રસ્ત
અન્ય યુવકને હોસ્પિટલના ડોક્ટરે મૃત જાહેર કર્યો
આ અકસ્માતની જાણ થતા આસપાસન લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે જોયું તો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર એક યુવક પડેલો છે. લોકોએ 108ને ફોન કરતા ઈજાગ્રસ્ત યુવકને રાધનપુર રેફરલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, ડોક્ટરે બીજા યુવકને મૃત જાહેર કર્યો હતો. આ બંને યુવક મૂળ વારાહીના હતા.
આ પણ વાંચો- વડોદરાના આજવા રોડ પર વહેલી સવારે ટ્રકની અડફેટે વિદ્યાર્થીનું મોત
યુવકોના મોતથી ગૌસેવકોમાં શોક
સિનાડ ગામ નજીક હાઈ-વે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગૌ સેવાની પ્રવૃતિઓ સાથે જોડાયેલા પંચાલ બાબુભાઈ રામજીભાઈ તથા સાધુ રાધેશ્યામભાઈ જમનાદાસ (બંને રહે. વારાહી વાળ)નું મોત નિપજ્યાના સમાચારથી વારાહી અને રાધનપુર પંથકના ગૌ સેવકોમાં શોકની લાગણી છવાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ મોકલ્યા હતા. તો પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.