પાટણ: હારીજ પોલીસે બાતમી આધારે હારીજ પાંજરાપોળમાં રેડ પાડી હતી. અને લોકડાઉનલ દરમિયાન ગરીબો માટે ફાળવેલ સસ્તા અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પાંજરાપોળમાંથી ચોખા, ખાંડ સહિત 431 બોરીનો જથ્થો એમ કુલ મળી 4.53 લાખનું અનાજ અને એક ટ્રક મળી આવ્યો હતો.
જે પોલીસે સીલ કરી પુરવઠા વિભાગને જાણ કરતા ડીવાયએસપી સહિત પુરવઠા અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સસ્તા અનાજની દુકાનના સંચાલક ચંદુભાઈ ઠક્કર ઉદયભાઇ ઠક્કર સહિત ચાર વિરુદ્ધ ડિઝાસ્ટર એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સરકારી અનાજનો જથ્થો મહેસાણા જિલ્લાના કડી ખાતે ભગવતી આટા મીલમાં મોકલવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.