ETV Bharat / state

Patan Rathyatra 2021: પાટણમાં કરર્ફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથે કરી નગરની પરિક્રમા

પાટણના ઈતિહાસમાં  પ્રથમવાર સરકારી ગાઇડ લાઇનને કારણે ભગવાન જગન્નાથની 139મી રથયાત્રા માત્ર નિશાન ડંકા સાથે કર્ફ્યુ વચ્ચે શહેરની પરિક્રમાએ નીકળી હતી.ભક્તો વિના નીકળેલી રથયાત્રા માત્ર બે કલાકમાં જ ટૂંકાવેલા રૂટ ઉપર ફરી શાંતિપુર્ણ રીતે નીજ મંદિરે પરત ફરી હતી. અષાઢી બીજના દિવસે રથયાત્રા ને લઇ શહેરીજનોમાં જોવા મળતો ઉત્સાહ અને ઉમંગ આ વર્ષે કર્ફ્યુ ને લઇ જોવા મળ્યો ન હતો. રથયાત્રામાં 300 થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને સરકારી વાહનો રસાલો જોડાયો હતો.

Patan Rathyatra 2021
Patan Rathyatra 2021
author img

By

Published : Jul 12, 2021, 8:43 PM IST

● પાટણમાં 139મી રથયાત્રા ભાવિક ભક્તો વિના નીકળી
● જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે રથ ખેંચી યાત્રાને પ્રસ્થાન કરાવી
● રથ યાત્રાના માર્ગો પર કર્યું હોવાથી માર્ગો બન્યા સુમસામ
● પોલીસે આઠ જેટલા માર્ગો વાહનચાલકો અને રાહદારીઓ માટે કર્યા હતા બંધ
● મહોલ્લા પોળોના રહિશોએ ઘરની બારી અને અગાસીમાંથી કર્યા ભગવાનના દર્શન

પાટણ: પ્રતિવર્ષ રથયાત્રાના દિવસે મંદિર પરિસર સવારથી જ ભાવિક ભક્તોના ઘસારાથી ધમધમી ઉઠતું હતું. આ વર્ષે માત્ર વહીવટી તંત્ર દ્વારા પાસ ઇસ્યૂ કરવામાં આવ્યા હોય તેવા લોકો જ મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા. શહેરના આઠ જેટલા માર્ગો વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે બંધ કરી દેવાતા મંદિરની આસપાસનો વિસ્તાર સુમસામ બન્યો હતો.

Patan Rathyatra 2021

આ પણ વાંચો: Patan Jagannath Rathyatra: ભગવાન જગન્નાથનો મહાઅભિષેક કરવામાં આવ્યો

કલેક્ટરે આપી હતી હાજરી

શહેરના ઘીવટા વિસ્તારમાં આવેલા જગદીશ મંદિરે વર્ષોની પરંપરા મુજબ 12:39 કલાકે જય રણછોડ માખણચોરના નાદ સાથે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલભદ્રની મૂર્તિઓને વિધિવત રીતે અલગ અલગ ત્રણ રથોમાં બિરાજમાન કરાઈ હતી. ત્યારબાદ ભગવાનની આરતી યોજાઇ હતી. જેમાં યજમાન સહિત જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા સહિતના આગેવાનોએ ભગવાનની આરતી ઉતારી હતી.

Patan Rathyatra 2021
રથયાત્રાના રૂટ પર કરફ્યૂનું પાલન

નાગરિકોએ ઘરની છત પરથી મેળવ્યા આશિર્વાદ

મંદિર ટ્રસ્ટ દ્વારા પાટણના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન કાર્યક્રમ પૂર્ણ થતા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે વિધિવત રીતે ભગવાનનો રથ ખેંચી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. રથયાત્રા ટૂંકાવેલા રૂટ ઉપર નીકળી હતી. પરંતુ રથયાત્રાના માર્ગ ઉપર કરફ્યૂ હોવાને કારણે રાહદારીઓની ચહલ-પહલ જોવા મળી ન હતી, જેને લઇ માર્ગો સૂમસામ બન્યા હતા. જો કે, રથયાત્રાના રૂટ ઉપર રહેતા નાગરિકોએ પોતાના ઘરની બારી તેમજ છત ઉપરથી ભગવાનના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા. જગદીશ મંદિર પરિસર ખાતે ઉપસ્થિત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ જિલ્લાવાસીઓને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી.

Patan Rathyatra 2021
ભગવાન જગન્નાથની 139મી રથયાત્રા

આ પણ વાંચો: Rathyatra 2021: પાટણની 139મી રથયાત્રાને મળી વહીવટી તંત્રની મંજૂરી

કરફ્યૂને કારણે શહેરીજનો ભગવાનના દર્શન કરી શક્યા નહીં

દેશની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રાને ચાલુ વર્ષે વહીવટીતંત્ર દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ મંજૂરી મળતા આ વર્ષે 139મી રથયાત્રા પાટણના ઇતિહાસમાં પ્રથમવાર કરર્ફ્યૂ વચ્ચે નીકળી હતી. જેને કારણે સામાન્ય ભાવિક ભક્તો ભગવાનના દર્શનનો લાભ લઈ શક્યા ન હતા.

Patan Rathyatra 2021
રથયત્રાના રૂટ પર રહેતા નાગરિકોએ લીધો ભાગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.