- પાટણમાં કોરોનાનો કહેર યથાવત્
- જિલ્લામાં નવા 118 પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 5,449 પર પહોંચ્યો
- પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,737 થઈ
પાટણ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કોરોના એ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું હોય તેમ એક પછી એક નવા રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. મંગળવારે 114 કેસ, બુધવારે 122 કેસ, ગુરુવારે 109 કેસ, શુક્રવારે 134 કેસ અને શનિવારે પણ કોરોનાએ સદી ફટકારી 135 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: વધતાં જતા કોરોના સંક્રમણને કારણે લોકડાઉન અથવા કરફ્યૂ ઉભો થવાની શક્યતાઓ
અલગ-અલગ વિસ્તારોમાંથી કેસો નોંધાયા
પાટણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી એકી સાથે નવા 14 કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે, તો શહેરીજનોમાં પણ એક જાતનો ભય ફેલાયો છે. પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 13, ચાણસ્મા શહેરમાં 10 અને તાલુકામાં 18, રાધનપુર શહેરમાં 17 અને તાલુકામાં 5, સિદ્ધપુર શહેરમાં 5 અને તાલુકામાં 4, હારીજ શહેરમાં 4 અને તાલુકામાં 11, સરસ્વતી તાલુકામાં 6, સમી તાલુકામાં 6 કેસ નોંધાયા છે. શંખેશ્વર ગામમાં બે અને તાલુકામાં ત્રણ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના કોરોનાગ્રસ્ત વકીલને સુરતમાં પણ મળ્યો નહીં બેડ, સીડી પર અપાઈ સારવાર
કોરોનાએ જિલ્લાને અજગરી ભરડામાં લીધું
જિલ્લા આરોગ્ય તંત્ર એક ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવાની તાતી જરૂરિયાત છે. જો ગામડાઓમાં કોરોના વિસ્ફોટ ગતિએ ફેલાશે, તો તેને કાબૂમાં લેવો મુશ્કેલ બનશે. ધારપુર મેડિકલ કોલેજમાં પણ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓને સારવાર અપાઈ રહી છે. કેટલાક પાટણના કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદમાં પણ સારવાર લઈ રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે. લોકોએ પણ જાગૃત બની સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરવું જરૂરી છે.