પાટણ- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પીએચડી ના 115 વિદ્યાર્થીઓને(patan hng university) આ વર્ષે રાજ્ય સરકારની શોધ યોજના અંતર્ગત, સંશોધન માટે દર મહિને 15 હજાર રૂપિયાની ફેલોશીપ મળશે. ગુજરાત સરકાર દ્વારા પીએચડી ના અભ્યાસમાં વિદ્યાર્થી ઉચ્ચ પ્રકારનું સંશોધન કરી, રાષ્ટ્ર અને સમાજને ઉપયોગી શોધ નિબંધ તૈયાર કરી શકે, તેવા ઉદ્દેશથી પ્રોત્સાહન આપવાના ભાગરૂપે પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી ("શોધ' યોજના-ફેલોશીપી) આપવાનું શરૂ કરાયું છે.(115 students of HNG University got benefit of PHD)
માસિક 15000ની મદદ- જેમાં બે વર્ષ સુધી માસિક 15000 અને આ સિવાય સ્ટેશનરી, કેમિકલ સહિતની ખરીદી માટે વાર્ષિક ₹20,000 ની મદદ મળે છે. દર વર્ષે યુનિવર્સિટીમાંથી પીએચડી કરતા વિદ્યાર્થીઓ દ્વારા ફેલોશીપ માટે અરજીઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માંથી 181 વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. જે પૈકી 115 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.
ગુણવત્તા યુક્ત સંશોધન કરશે તેવી આશા- શોધ યોજનાના કોઓર્ડીનેટર હિમાંશુ બારૈયા એ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલી હેલો સીપીની સહાયથી પીએચડી ના વિદ્યાર્થીઓ ગુણવત્તા યુક્ત સંશોધન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.