પાટણઃ દેશમાં કોરોના વાઈરસને લઈ સ્થિતિ ગંભીર બની છે. ત્યારે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા દેશવાસીઓને આર્થિક રીતે પોતાનો સહયોગ આપવાની અપીલ કરી છે. જેને લઈ સરકારના રાહત ફંડમાં દાનની સરવાણી શરૂ થઇ છે. ત્યારે બલીસણાના બાપા સીતારામ મંડળે રૂપિયા 11 લાખનો ચેક મુખ્યપ્રધાન રાહત ફંડમાં અર્પણ કર્યો હતો.
પાટણના બલીસણા ગામે ચાલતા બાપાસીતારામ મંડળના આગેવાનોએ મુખ્ય પ્રધાન રાહત ફંડમાં 11 લાખનો ચેક જિલ્લા કલેક્ટર આનંદ પટેલને સુપ્રત કર્યો હતો.
બાપા સીતારામ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી અવિરત પણે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. કલેક્ટર આનંદ પટેલે મંડળના આ કાર્યને અવકાર્યું હતું.