- છેલ્લા છ દિવસથી કોરોના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
- જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 9,067 પર પહોંચ્યો
- પાટણ શહેરમાં 25 કેસ નોંધાયા
- પાટણ શહેરમાં પોઝિટિવ આંક 3680 પર પહોંચ્યો
પાટણઃ શહેરમાં 24 કલાકમાં નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇ શહેરીજનોમાં એક જાતનો ભય ફેલાયો છે. ગુરૂવારે નોંધાયેલા નવા 25 કેસ સાથે પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,680 થઈ છે.
આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં કોરોના બેફામ, નવા 108 કેસ નોંધાયા
પાટણ શહેરમાં કુલ 3,680 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે
પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 10, ચાણસ્મા તાલુકામાં 4, રાધનપુર શહેરમાં 4 અને તાલુકામાં 5 , સિધ્ધપુર શહેરમાં 7 અને તાલુકામાં 12 , હારીજ શહેરમાં 1 અને તાલુકામાં 6, સાંતલપુર નગરમાં 3 અને તાલુકામાં 21, સરસ્વતી તાલુકામાં 7, સમી નગરમાં 1 કેસ નોંધાયો છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 9,067 ઉપર પહોંચ્યો છે. જયારે પાટણ શહેરમાં કુલ 3,680 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
1,094 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે
જિલ્લામાં 384 શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ હાલ પેન્ડીંગ છે. જયારે કોરોના પોઝિટિવ 312 દર્દીઓ અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 1,094 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. આમ કોરોનાની બીજી લહેરે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારને પણ ઝપેટમાં લેતા લોકો તકેદારી નહીં રાખે તો કોરોના સમગ્ર જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, તેમ હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ પાટણમાં કોરોના બેકાબૂ, નવા 100 કેસ નોંધાયા
કુલ 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે
પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વડાવલી ગામના 53 વર્ષીય વૃદ્ધ, સમી તાલુકાના કાઠી ગામના 26 વર્ષીય યુવાન અને સિદ્ધપુર તાલુકાના સેદરાણા ગામની 29 વર્ષીય મહિલા મળી કુલ 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે.