પાટણ જિલ્લાના હાઇ-વે માર્ગો પરથી ગેરકાયદેસર રીતે લીઝ સંચાલકો દ્વારા ડમ્પરોમાં ઓવરલોડ રેતી-કપચીનો માલ વહન કરવામાં આવતો હોવાની ફરિયાદોને આધારે પાટણ ખાણ ખનિજ વિભાગે અલગ-અલગ ટીમો બનાવી હાઇ-વે માર્ગો પર તપાસ કરતા પાટણ શિહોરી માર્ગ પરથી પાંચ રેતીના ડમ્પરો અને કપચીના ત્રણ ડમ્પરો મળી 8 વાહનોને જપ્ત કરી 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પાટણ ખાણ ખનિજ વિભાગે ગેરકાયદેસર રીતે વહન કરતા વાહન ચાલકો પાસેથી રૂપિયા 10 લાખનો દંડ વસૂલ કરતા રેતી અને કપચીની ચોરી કરનાર લીજ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.