- બાલીસણામાં 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન
- કોરોનાને પગલે ગામ લોકોએ સર્વાનુમતે લીધો નિર્ણય
- બપોર બાદ વેપારીઓએ તમામ ધંધા-રોજગાર રાખ્યા બંધ
પાટણ: જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે ગ્રામીણ વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના સૌથી મોટા એવા બાલીસણા ગામમાં 14 એપ્રિલથી 10 દિવસ માટે વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વલસાડના વાઘલધરા ગ્રામ પંચાયત દ્વારા 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન
ગામ લોકોનો નિર્ણય અન્ય ગામ માટે પ્રેરણારૂપ
બપોર બાદ તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા-રોજગાર બંધ રાખી સંપૂર્ણ લોકડાઉનનું પાલન કર્યું હતું. બપોરે 2 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધીનું લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને વેપારીઓ તેમજ ગ્રામજનોએ આવકારી અને કોરોનાની મહામારીમાં કોરોનાની ચેઇન તોડવા માટે લીધેલું પગલું અન્ય ગામ માટે પણ ઉદાહરણ બની રહ્યું છે.
આ પણ વાંચો: સુરતમાં સ્વૈચ્છિક લોકડાઉન અંગે જાગૃતિ પ્રસરાવવા માટે 5 હજારથી વધુ બેનરો લાગ્યા
ગામલોકોએ કોરોના ટેસ્ટ અને રસીકરણ માટે સૌને કરી અપીલ
ગ્રામજનોએ કોરોના ટેસ્ટ અને વેક્સિનેશન કરાવી કોરોના સામેના અભિયાનમાં લોકોને જોડાવા અપીલ કરી છે.