પાટણ: શહેરની વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ જોવા (Rani ki vav Patan)માટે સરકાર દ્વારા દસ દિવસ સુધી વિનામૂલ્ય પ્રવેશ આપવાની જાહેરાત(Free entry to Rani ki vav) કરી છે. જેને લઈને છેલ્લા બે દિવસમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. બે દિવસમાં જ 3000 થી વધુ પ્રવાસીઓએ રાણીની વાવને નિહાળી હતી. સરકાર દ્વારા ફ્રી એન્ટ્રી રાખવા બદલ આનંદની લાગણી પણ અનુભવી હતી.
રાણીની વાવ જોવા માટે વિનામૂલ્ય પ્રવેશ - ભારત સરકારના આરકિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વિભાગ દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકો અને સ્થળો ખાતે તારીખ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી વિનામૂલ્ય પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત પાટણની વિશ્વવિરાસત રાણીની વાવને (Rani ki vav)જોવા આવનાર પ્રવાસીઓ માટે પણ ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ Valentine Day 2022: પ્રેમના એક પ્રતીક રાણીની વાવ વિશે જાણીઅજાણી વાતો...
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી - ચાલુ દિવસો દરમિયાન વિશ્વ વિરાસત રાણીની વાવ જોવા માટે ટિકિટનો દર ભારતીય પ્રવાસીઓ માટે રૂપિયા40 અને વિદેશી પ્રવાસીઓ માટે 600નો ટિકિટ દર રાખવામાં આવેલો છે. પરંતુ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સરકાર દ્વારા દસ દિવસ માટે મફત પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી હાલમાં રાણીની વાવ પરિસરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. બે દિવસમાં 3000 થી વધુ પ્રવાસીઓએ રાણીની વાવની કલકોતરણી અને શિલ્પ સ્થાપત્ય જોઈને અભિભૂત બન્યા હતા.
આ પણ વાંચોઃ અરે વાહ, ગુજરાતના આ હેરિટેજ સાઈટ પર હવે મળશે 'ફ્રી એન્ટ્રી'
પ્રથમવાર રાણીની વાવ નિહાળી - મૂળ બેંગ્લોરના વતની અને હાલમાં અમદાવાદમાં રહેતા અમિત શર્માએ જણાવ્યું હતું કે પોતાના પરિવાર સાથે પ્રથમવાર રાણીની વાવ નિહાળી છે. અહીંની કલાકોતણી અને શિલ્પ સ્થાપત્ય અભિભૂત છે અહીં આવ્યા પછી એવું ફીલ થયું કે જો આ સ્થળ ના જોયું હોત તો અફસોસ રહી જાત. ઐતિહાસિક સ્મારકોની લોકો વધુમાં વધુ મુલાકાત કરે તે માટે સરકાર દ્વારા પણ સમગ્ર દેશમાં દસ દિવસ સુધી વિનામૂલ્ય પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે તે પણ એક સરાહનીય બાબત છે.